Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભારતના પાંચ પ્રકલ્પ પૈકી જળ પ્રકલ્પ બાબતે પ્રતિયોગિતા યોજાય; 300થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ભરૂચ: ભારતના પાંચ પ્રકલ્પ પૈકી જળ પ્રકલ્પ બાબતે પ્રતિયોગિતા યોજાય; 300થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
X

દેશના ભૂગર્ભ જળમાંથી ૩૩ ટકા માનવ માટે પીવાલાયક નથી, જ્યારે ગુજરાત રાજ્યમાં 21 જિલ્લાઓમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જે માનવ માટે પીવાના ઉપયોગ થઈ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આખા દેશ માટે પીવાના શુદ્ધ પાણીનો મોટો પડકાર આગામી વર્ષોમાં આવી રહ્યો છે. જળ પ્રદૂષણની સમસ્યાઓમાં સૌથી મોટી અને મહત્વની જો કોઈ સમસ્યા હોય તો તે એ છે કે શુદ્ધ પાણીનો બગાડ જે થાય છે અને પાણીના વિવિધ પ્રશ્નોમાં મહત્વનો પ્રશ્ન શુદ્ધ પાણીનો છે. ત્યારે શુદ્ધ પાણીની વધી રહેલી કટોકટી અને પ્રદૂષિત પાણીનું વધતું પ્રમાણ તેમ જ પાણીમાં થતા પ્રદૂષણના પરીણામે પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે.

ભરૂચ સરકારી ઇજનેરી કોલેજ ખાતે આઝાદીના અમૃત મોહોત્સવના ભાગ રૂપે જળ પ્રદુષણ અટકાવા વિવિધ પ્રતિયોગીતામાં 300 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં 7 જેટલી વિવિધ પ્રકારની પ્રતિયોગીતામાં 21 વિધાર્થીઓની કૃતિને સ્થાન મળતા આજ રોજ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ટેકનીકલ એજ્યુકેશન ગુજરાત સ્ટેટના નિયામક જી. ટી. પડ્યા(IAS) ના હસ્તે વિધાર્થીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના આચાર્ય એસ.આર. જોશી સહિત વિવિધ કોલેજોના પ્રતિનિધિઓ અને કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા

Next Story