Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના 18 મોબાઈલ સાથે 3 આરોપીની કરી ધરપકડ, ચોરીના મોબાઈલ ખરીદનાર વેપારી પણ ઝડપાયો

કોસમડી ગામની લાલ કોલોની ચોરી થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના ૧૮ મોબાઈલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોની ચોરી થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના ૧૮ મોબાઈલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીના મકાન નંબર-૩૫માં રહેતા સુનીલકુમાર બાબુ પટેલનો ૧૪ હજારનો ફોન ચોરી કરનાર બે ઈસમો પ્રતિન ચોકડી પાસે ફરી રહ્યા છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બે ઈસમોને પકડી પાડી તેઓ પાસે રહેલ ફોન અંગે પુછપરછ કરતા તેઓએ કોઈપણ જાતના દસ્તાવેજો કે આધાર પુરાવા રજુ નહિ કરતા પોલીસે બંને ઈસમોની વધુ પુછપરછ કરતા તે ચોરી કરી લાવ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ચોરીના ફોન તેઓ મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારને વેચી દેતા હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે વાલિયાના કોંઢ ગામના સ્ટેશન ખાતે રહેતો સુનીલ નાયક, જયકાંત સલાટ તેમજ ચોરીના મોબાઈલ ખરીદનાર વસીમ સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Next Story