Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ફૂલ બજારમાં મંદીનો માહોલ, ફૂલની ખેતી પર નિર્ભર ખેડૂતો-વેપારીઓ નિરાશ.

ભરૂચ શહેરમાં નર્મદા મૈયા બ્રીજ નીચે ફૂલ બજાર દિવાળીમાં ખરીદી માટે ઉભરાતું હોય છે. પરંતુ દિવાળીના દિવસે પણ ફૂલ બજારમાં

ભરૂચ : ફૂલ બજારમાં મંદીનો માહોલ, ફૂલની ખેતી પર નિર્ભર ખેડૂતો-વેપારીઓ નિરાશ.
X

ભરૂચ શહેરમાં નર્મદા મૈયા બ્રીજ નીચે ફૂલ બજાર દિવાળીમાં ખરીદી માટે ઉભરાતું હોય છે. પરંતુ દિવાળીના દિવસે પણ ફૂલ બજારમાં ખરીદીનો માહોલ ન જણવાતા ખેડૂતો અને વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.



ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ખેડૂતો ફૂલની ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ ગત વર્ષે કોરોના મહામારીના કારણે ખેડૂતોએ ફૂલોની ખેતીમાં ઉત્પાદન ઓછું કર્યું હતું, ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ખેડૂતોએ ફુલોની અઢળક ખેતી કરી સારા પ્રમાણમાં પાક ઉતર્યો છે. જોકે, મોટા પ્રમાણમાં ફૂલોનું ઉત્પાદન થયું હોવાના કારણે ફૂલોના ભાવમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પરંતુ ફૂલ બજારમાં ઘરાકી નહીં નીકળતા હાલ વેપારીઓ અને ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે. જોકે, દિવાળીના દિવસે પણ ફૂલ બજારમાં મંદીનો માહોલ રહેતા ફુલનો જથ્થો નષ્ટ થાય તેવી ભીતિ સેવાય રહી છે. તો બીજી તરફ ચાઈનીઝ ફૂલોની માંગ પણ વધુમાં હોવાના કારણે ફૂલ બજારમાં મંદીનો માહોલ હોવાનો આક્ષેપ ફૂલ બજારના વેપારીઓ કરી રહ્યા છે.




Next Story