Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિવિલ હોસ્પિટલના તબીબોએ ઝેરી કોબ્રાના ડંખથી કોમામાં પહોંચેલ યુવાનનો જીવ બચાવ્યો

મૂળ બિહારનો 22 વર્ષિય હુસેન સિરોદ્દીન શેખને ગત 14 જૂન ના રોજ અતિઝેરી કોબ્રા સાપે પગના ભાગે દંશ માર્યો હતો . કોબ્રા સાપના દંશથી હુસેનના શરીરમાં ઝેર ફેલાવાનું શરૂ થયું હતું .

ભરૂચ: સિવિલ હોસ્પિટલના તબીબોએ ઝેરી કોબ્રાના ડંખથી કોમામાં પહોંચેલ યુવાનનો જીવ બચાવ્યો
X

ભરૂચના વાલિયા તાલુકાના ડુંગરીમાં રહેતો અને મૂળ બિહારનો 22 વર્ષિય હુસેન સિરોદ્દીન શેખને ગત 14 જૂન ના રોજ અતિઝેરી કોબ્રા સાપે પગના ભાગે દંશ માર્યો હતો . કોબ્રા સાપના દંશથી હુસેનના શરીરમાં ઝેર ફેલાવાનું શરૂ થયું હતું . જેના કારણે હુસેન બેભાન અવસ્થામાં પહોંચી ગયો હતો . જેને પ્રાથમિક સારવાર અર્થે વાલિયાના પી.એચ.સી. સેન્ટર ખાતે લઈ જવાયો હતો , પણ બેભાન અવસ્થામાં પહોંચેલા હુસેનની ગંભીર સ્થિતિ જોઈ હાજર તબીબે આ શખ્સને વહેલામાં વહેલી તકે અન્ય મોટી હોસ્પિટલમાં લઈ જવા પરિજનોને જણાવ્યું હતું હુસેનની સ્થિત વધુ ગંભીર બનતા તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો .


શરીરમાં ઝેરની અસર વધતાં હુસેન કોમાની અસર સુધી પહોંચી ગયો હતો.તેની સ્થિતિ જોયા બાદ તબીબો પણ સારવાર અર્થે અસમંજસ અનુભવતા હતા પણ હિંમત હાર્યા વિના હુસેનને આઈ.સી.યુ.માં દાખલ કરી તબીબોએ સારવાર શરૂ કરી હતી.જેના પરિણામ સ્વરૂપે પાંચ દિવસની આઈ.સી.યુમાં ચાલેલી સારવાર બાદ કોમા સુધી પહોંચેલો હુસેન સાજો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.ત્યારે સિવિલ હોસ્પિટલમાં રહેલો તબીબી સ્ટાફની મહેનત રંગ લાવતાં હુસેનને નવજીવન મળતા પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના ડો.દીપા થડાણી અને તેમની તબીબી ટીમનો આભાર માન્યો હતો.

Next Story