Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ સંસ્થા નેત્રંગના કંબોડિયા ગામના નિરાધાર બાળકોની વ્હારે આવી…

ડેડીયાપાડા તાલુકાનું સોરાપાડા ગામ કે જ્યાંના 3 નિરાધાર માસુમ બાળકો ગરીબાઈના કારણે અક્ષરજ્ઞાન અને પ્રાથમિક સુવિધાઓથી વંચીત રહેવા મજબુર બન્યા હતા

ભરૂચ : શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ સંસ્થા નેત્રંગના કંબોડિયા ગામના નિરાધાર બાળકોની વ્હારે આવી…
X

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા તાલુકાનું સોરાપાડા ગામ કે જ્યાંના 3 નિરાધાર માસુમ બાળકો ગરીબાઈના કારણે અક્ષરજ્ઞાન અને પ્રાથમિક સુવિધાઓથી વંચીત રહેવા મજબુર બન્યા હતા, અને હાલ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ખાડી ફળીયા ખાતે રહેતાં 70 વર્ષીય વૃદ્ધા મધુબેન કાનજીભાઈ વસાવાએ માતા-પિતા વગરના ત્રણેય બાળકોની પરવરીશ કાળી મહેનત મજુરી કરીને માવજત કરી રહ્યા હતા.

હાલ સોસીયલ મીડિયાના જમાનામાં ઘણાં સમાચારો વાયુવેગે પ્રસારિત થઈ જતાં હોય છે. ગરજવાન અને જરૂરતમંદ વ્યક્તિઓ સુધી મદદ કરનાર લોકો દેવદૂત બનીને પોંહચી જતાં હોય છે, ત્યારે નર્મદા જીલ્લાના જાગૃત યુવાન સર્જન વસાવા અને ફિલિપ વસાવાને જાણ થતાં કુટુંબની ત્વરિત મુલાકાત લઈ બાળકોની સમસ્યા અને વૃદ્ધાની વેદના સેવાભાવી લોકો સુધી પોહચાડવાનું કામ હાથ ધર્યું હતું. આજદિન સુધી કોઈ સરકાર દ્વારા મળતાં અનેક લાભ જેમ કે અનાથ બાળકોના પુનરવસન અને અભ્યાસ માટે કોઈ સહાય કે મદદ નહી મળવાથી શિક્ષણ વચ્ચે થી છોડી દઈ હાલમાં ઘરે બેસવાનો વારો આવ્યો હતો. બાળકો સાથે વાત કરતાં 16 વર્ષનો મોટો દીકરો સુમિતને 7 ધોરણ ભણ્યા પછી આર્થિક તંગીના લીધે આગળનો અભ્યાસ છૂટી ગયો છે, જ્યારે 12 વર્ષનો નાનો દીકરો પિયુષને 7મુ ધોરણ ભણ્યા પછી હવે ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે. જ્યારે સૌથી નાની દીકરી 10 વર્ષની રક્ષિતા હાલ ધોરણ-4માં અભ્યાસ કરી રહી છે. દાદી મધુબેન વસાવા કે, જેઓ ત્રણેય બાળકોના માતા વસંતાબેન 2016માં સ્વર્ગસ્થ થયાં બાદ તેમનાં મમ્મી મધુબેનના માથે જવાબદારી આવી પડતાં કાળી મજૂરી કરવાં મજબુર બન્યા હતા. હાલ દાદી મધુબેન કાનજીભાઈ વસાવાએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. જેથી જાગૃત યુવાન સર્જન વસાવા દ્વારા આ નિરાધાર બાળકોનું સ્ટોરી લખી સોશ્યલ મીડિયામાં પ્રસારિત કરતા આ સ્ટોરી ખેડા જીલ્લાના સામાજિક કાર્યકર અને નિરાધાર બનેલા બાળકોના મસિહા તરીકે ઓળખાતા અને શિક્ષણ એજ કલ્યાણ સંકુલના સંસ્થાપક મહિપતસિંહ ચૌહાણ પાસે પહોચતા તેઓ મદદ માટે દેવદૂત બની બાળકો પાસે નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે શિક્ષણ એજ કલ્યાણ સંકુલના બાળકો સાથે પોંહચી ગયા હતા, અને આ નિરાધાર બાળકોમાંથી આગળ ભણવા માંગતા બાળકોની રહેવા, જમવા, કપડાથી લઈને ભણવાની તમામ જવાબદારી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી છે.

Next Story