Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ-વિલાયત દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમનો પ્રારંભ…

વિલાયત GIDCમાં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના CSR વિભાગ દ્વારા આસપાસના ગામોના બહેનોને કાયમી રોજગારી મળી રહે તે માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમની શરૂઆત કરી

ભરૂચ : ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ-વિલાયત દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમનો પ્રારંભ…
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના CSR વિભાગ દ્વારા આસપાસના ગામોના બહેનોને કાયમી રોજગારી મળી રહે તે માટે કૌશલ્યવર્ધન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

જોકે, આ કાર્યક્રમને મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કે ગામની અને અનસ્કીલ બહેનોને શોધી તેમની રૂચિ પ્રમાણે તાલીમોનું આયોજન કરી તાલીમો આપવામાં આવી હતી. તો દ્વિતિય તબક્કામાં તાલીમ પામેલ બહેનોની કુશળતાને શ્રેષ્ઠ બનાવવી અને તેઓને ઉદ્યમીતા તરફ લઈ જવાની તેમજ સરકારની વિવિધ યોજનઓ સાથે જોડાણ કરાવવું અને ગુણવત્તાલક્ષી ઉત્પાદન માટે તૈયાર કરવા આયોજન કરાયું છે.

આ સાથે જ તૃતીય તબક્કામાં કુશળતા, ઉદ્યમી, સાહસિકતા અને ઉત્પાદનની શ્રેષ્ઠ ગુણવત્તાના તબક્કામાં નિપુણતા મેળવ્યા પછી વિવિધ રીતે પોતાના ઉત્પાદનની વેચાણ પ્રક્રિયાઓ શરૂ કરી એક હેતુલક્ષી વુમન ફેડરેશનની સ્થાપના કરી આ પ્રકારની બહેનો પૂર્ણરૂપે આત્મનિર્ભર બને તેવા સઘન અને સર્વાંગી પ્રયત્નો કરવામાં આવશે. આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના CSR વિભાગ દ્વારા કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ પ્રથમ તબક્કામાં 55 જરૂરિયાતમંદ બહેનોને સીવણની તાલીમ આપવામાં આવી હતી.

જેના સર્ટીફીકેટ વિતરણ અને સરકારની વિવિધ યોજનઓના માર્ગદર્શન માટે તા. 7 જૂનના રોજ અસ્મિતા વિકાસ કેન્દ્ર-ત્રાલસા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર સી.વી.લતા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જીગર દવે, BSVSના ચીફ ઓફિસર પરેશ વસાવા, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના સીનીયર વાઇસ પ્રેસિડેન્ટ સુબોધ ગૌતમ, CSR ટીમના હેમરાજ પટેલ, તૃપ્તિ પટેલ, રોહન મકવાણા ઉપસ્થિત તમામ બહેનોને સર્ટિફિકેટ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ બહેનો આત્મનિર્ભર બને તેવા સનિષ્ટ પ્રયાસો કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

Next Story