Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રેલ્વે સ્ટેશનપર ઇતિહાસનું ફરી એકવાર વર્તમાનમાં પુનરાવર્તન,જુઓ કઈ જૂની યાદ તાજી થઈ!

ભરૂચની ઓળખ સમાન રેલ્વે સ્ટેશન પર લગાવાયેલ ઘડિયાળ ફરી એક્વાર પુન:જીવિત થઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે

X

ભરૂચ રેલ્વે સ્ટેશન પર આજે ફરી એકવાર ઈહાસ વર્તમાનમાં બદલાયો છે. ભરૂચની ઓળખ સમાન રેલ્વે સ્ટેશન પર લગાવાયેલ ઘડિયાળ ફરી એક્વાર પુન:જીવિત થઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ભારત વર્ષમાં કાશી પછી સૌથી જૂના શહેર તરીકે ભરૂચને નામના પ્રાપ્ત થઈ છે. એમાય ભરુચ બંદર અને રેલ વ્યવહાર વર્ષો જૂનો છે ત્યારે અંગ્રેજોના સમયમાં ભરૂચ રેલ્વે સ્ટેશન પર ક્લોક ટાવર શરૂ કરવામાં આવ્યો હતો. ભરૂચ રેલેવે સ્ટેશન પર લગાવાયેલ ઘડિયાળ ઇતિહાસની સાક્ષી પૂરતું હતું અને ભરૂચની ઓળખ હતું પરંતુ ઓદ્યોગીક વિકાસની આંધળી દોટમાં આ ઘડિયાળનો સમય થંભી ગયો અને એના ટકોરાનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો પરંતુ આજે ઇતિહાસ ફરી એકવાર વર્તમાન બનીને આવ્યો છે . ભરૂચની સામાજિક સંસ્થા ઇનનર વ્હીલ કલબ અને માસીમાં ફાઉન્ડેશનના અથાગ પ્રયત્નો થકી સ્ટેશન ટાવર પર લાગેલી ઘડિયાળને નવું જીવદાન આપી શહેરની જનતાને 60 વર્ષ જૂની સમય બતાવતી અને ટકોરાની આવાજની ભેટ આપી લોકોની યાદ તાજી કરાવાઇ હતી.આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ઇનનેર કલબના પ્રમુખ રિઝવાના જમીનદાર,પ્રોજેકટ ચેરમેન પીલ્લો સરોશ જિનવાલા, સ્ટેશન માસ્ટર બી.કે રાજુલ ,રોટરી કલબ અને આર સી સી કલબના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.


Next Story