Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ...

નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.

સોમવારની વહેલી સવારે ભરૂચના જંબુસર નગરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, પાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે જ વરસાદી પાણીના નિકાલ માટેની કાંસને સાફ કરાવામાં આવી હતી. તેમ છતાં વરસાદની એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જંબુસરની ટંકારી ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી હતી.

Next Story