Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાના પેટમાંથી આઠ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું

ભરૂચ: ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલના તબીબો દ્વારા મહિલાના પેટમાંથી આઠ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું
X

ઝઘડિયા સેવા રૂરલ ખાતે ગીરનારી માતાજી નામની મહિલા પેટમાં અસહ્ય દુખાવા તથા ભૂખ ન લાગવાની ફરિયાદ સાથે દાખલ થયાં હતાં.

મહિલાને સેવા રૂરલ ઝગડીયાના તબીબોએ ચકાસી તેને પેટમાં ગાંઠ હોવાનું અને શરીરમાં લોહી ઓછુ હોવાનુ જણાવ્યું હતુ. ગત તારીખ ૧૩/૦૯/૨૦૨૧ ના રોજ ગિરનારી માતાજી નામની મહિલાનું સેવારૂરલના તબિબોએ ઓપરેશન કરી તેના પેટમાથી ૮ કિલો ગ્રામની મોટી ગાંઠ કાઢવામાં આવી હતી.

સેવા રૃરલ ઝઘડિયાના તબીબોએ સફળતાપૂર્વક મહિલાનું ઓપરેશન કર્યું તેને બિમારી માથી ઉગારી કરી હતી, હાલ આ મહીલા એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું સેવા રૂરલના તબીબે જણાવ્યું હતું, ઝઘડિયા સેવા રૃરલ દ્વારા આગાઉ પણ કેટલીક ગરીબ મહિલાઓના પેટમાંથી આવી મોટી ગાંઠનું ઑપરેશન કરવામાં આવ્યું છે.

Next Story