Connect Gujarat
ભરૂચ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો
X

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અષાઢ સુદ પુનમના દિવસે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ગુરૂપુર્ણિમાને વ્યાસ પુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આજના પાવન અવસરે પોતાના ગુરૂના દર્શન કરી તેમના આર્શીવાદ મેળવવામાં આવે છે. મનુષ્યના પ્રથમ ગુરુ તરીકે માતા અને બીજા ગુરૂ તરીકે શિક્ષકની ગણના કરવામાં આવે છે. ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ગુરુપુર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જીવનમાં ગુરુનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ કોલેજના આધ્યાપકોના આર્શીવાદ મેળવ્યાં હતાં. આ અવસરે વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકો માટે કવિતા, સ્પીચ તથા કાર્ડ મેકિંગ કોમ્પીટીશન પણ યોજવામાં આવી હતી. શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ઉપસ્થિતિમાં ગુરૂપુર્ણિમાના પર્વની ઉજવણી કરાય હતી.આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી, કો- ઓર્ડિનેટર વૈશાલી પટેલ અને સલમાન પટેલ સહિતનો સ્ટાફ હાજર રહયો હતો. કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલીના માર્ગદર્શન હેઠળ ગુરૂ વંદના કાર્યક્રમની રૂપરેખા ઘડી તેને કોલેજના સ્ટાફની મદદથી સફળ બનાવવામાં આવ્યો હતો.

Next Story