Connect Gujarat
ભરૂચ

ભરૂચ : AAP અને BTP પાર્ટી વચ્ચેના ગઠબંધન સામે સાંસદ મનસુખ વસાવાએ આપી તીખી પ્રતિક્રિયા...

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ભરૂચમાં, ચંદેરીયા ગામે AAP અને BTP પાર્ટી વચ્ચે થશે ગઠબંધન

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદેરીયા ગામે આજરોજ મહા સંમેલનમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને છોટું વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન વિરુદ્ધ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બન્ને પાર્ટી વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી શાબ્દિક પ્રહાર કર્યા હતા.

ભરૂચના નેત્રંગ તાલુકાના ચંદેરીયા ગામે મહા સંમેલનમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને છોટું વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચના સાંસદ અને ભાજપના પીઢ નેતા મનસુખ વસાવાનો આ મત વિસ્તાર હોવાથી સાંસદ મનસુખ વસાવાએ આ બન્ને પાર્ટી સામે મીડિયામાં તીખી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ બન્ને પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે, અને સયુંક્ત સંમેલન જીતવાનો પ્લાન છે.

પાણી અને વીજળી મફત આપવાનું કહી મત માંગે છે. આમ આદમી પાર્ટીને ઘણા બધા જાણે છે. ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ ભારતીય ટ્રાયબલ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરી જણાવ્યુ હતું કે, લોકોને ઉશ્કેરવા રાષ્ટ્રીય વિચારધારા વિમુખ BTP પાર્ટી કાચીન્ડાની જેમ રંગ બદલે છે. કોઈને કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરશે. અગાઉ જનતા દળ સાથે સપના જોયા હતા. પરંતુ સફળ થયા નથી. હવે આપ સાથે BTP ગઠબંધ કરી મુંગેરીલાલના હસીન સપના જોવા માંડ્યા છે. જે પણ સફળ થવાના નથી અને જનતા પણ સ્વીકાર નહીં કરે. ભારતીય જનતા પાર્ટીના સાશનમાં આદિવાસી વિસ્તારમાં ખૂબ સારો વિકાસ થયો છે તેવું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું.

Next Story