Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એજ્યુકેશન ગ્રુપ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરાયા...

નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો માટે ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એજ્યુકેશન ગ્રુપ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કરાયા...
X

ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એજ્યુકેશન ગ્રુપ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો માટે ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્ય કરતી સમાજસેવી સંસ્થા ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં તારીખ 3 ઓક્ટોબર 2022ના રોજ નિબંધ સ્પર્ધા યોજાય હતી. ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા યોજયેલ નિબંધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો માટે ભરૂચ શહેરની શ્રવણ વિદ્યાધામ શાળા ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, એજ્યુકેશન ઇન્સ્પેકટર ડો. દિવ્યેશ પરમારના હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી અને નોટરી રાજેન્દ્ર સુતરિયાએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શ્રવણ વિદ્યાધામના આચાર્ય સુનિલ ઉપાધ્યાય તેમજ સંસ્થાના સભ્યોએ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

Next Story