ભરૂચ : કોરોના મૃતકોના પરિજનોને રૂ. 4 લાખ સહાયની માંગ સાથે ઝઘડીયા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

New Update

કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપવા બાબતે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોરોના મહામારી દરમ્યાન કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને એનડીઆરએફના નિયમ મુજબ રૂપિયા 4 લાખની સહાય આપવા તથા તમામ કોવિડ દર્દીઓના હોસ્પિટલના બીલ માફ કરવા અને કોરોના મહામારી દરમિયાન સરકારની બેદરકારીની તપાસ કરવા બાબતે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.