Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર તાલુકાના વાવલી અને નાડા ગ્રામ પંચાયતના સરપંચોને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા..!

જંબુસર તાલુકાના વાવલી ગ્રામ પંચાયત અને નાડા ગ્રામ પંચાયતના સરપંચોને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભરૂચ : જંબુસર તાલુકાના વાવલી અને નાડા ગ્રામ પંચાયતના સરપંચોને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા..!
X

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગ્રામ પંચાયત અને નાડા ગ્રામ પંચાયતના સરપંચોને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વાવલી ગામના સરપંચ દ્વારા જંબુસર પોલીસને કાર્યવાહી કરવામાં દખલગીરી કરવામાં આવી હતી. આ સાથે જ 200 માણસોનું ટોળું ભેગું કરી જંબુસર પોલીસ મથકે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો બીજી તરફ, નાડા ગામના સરપંચ દ્વારા મહિલાની ઈજ્જત આબરૂ લૂંટવાના બનાવમાં જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, ત્યારે સમગ્ર મામલે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બન્ને ગામના સરપંચોને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબની જોગવાઈઓને ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, એક સાથે 2 ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય ગ્રામ પંચાયતોના સરપંચ જગતમાં ફફડાટ ફેલાયો છે.

Next Story