Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાઇવે પર આવેલ કારના શો રૂમના તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂ. 3.31 લાખના મત્તાની ચોરી

ટોયટા શો રૂમને નિશાન બનાવી ઓફિસમાં રહેલ લોકરને બહાર ઘસડી લાવી તસ્કરોએ તેને તોડી રૂપિયા 3.31 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

ભરૂચ: હાઇવે પર આવેલ કારના શો રૂમના તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂ. 3.31 લાખના મત્તાની ચોરી
X

ભરૂચ નેશનલ હાઇવે ઉપર વગુશણા ગામની સીમમાં આવેલ ટોયટા શો રૂમને નિશાન બનાવી ઓફિસમાં રહેલ લોકરને બહાર ઘસડી લાવી તસ્કરોએ તેને તોડી રૂપિયા 3.31 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

ભરૂચ નેશનલ હાઇવે પર વગુશણા ગામની સીમમાં ટોયટા કંપનીનું નાણાવટી મોરર્સ શો રૂમ આવેલ છે જે શો રૂમને ગત તારીખ-29મી જાન્યુઆરીની મધરાતે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરો વોશિંગ એરિયાના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો

અને શો રૂમમાં રહેલ કેશિયર ઓફિસમાં રહેલ લોકર શો રૂમ બહાર ઢસડી લઈ જઈ લોકરને તોડી અંદર રહેલા રોકડા રૂપિયા 3.31 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી શો રૂમમાં રહેલ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાની જાણવા મળ્યું છે.

Next Story