Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર પાલિકા દ્વારા વેરા વસુલીમાં કડકાઈ, મિલકતો સીલ કરવાની કામગીરીને વેગ...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતો કે, જેના વેરા ઘણા સમયથી ભરપાઈ કરવામાં આવ્યા નથી,

X

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતો કે, જેના વેરા ઘણા સમયથી ભરપાઈ કરવામાં આવ્યા નથી, તેવી મિલકતોને પાલિકા દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 17 હજાર મિલકતો આવેલી છે. જેમાં મિલકત ધારકોએ 8 કરોડ ઉપરાંત ટેક્સ ભરવાનો બાકી પડતો હોય, જેમાંથી વર્ષ 2022-23નો અત્યાર સુધીનો 85 લાખ ઉપરાંત ટેક્સની આવક થવા પામી છે, જે ઘણી ઓછી હોવાથી પાલિકા દ્વારા બાકીદારોને વખતો વખત વેરા ભરપાઈ કરવા માટે જણાવાયુ હતું. તેમ છતાંય વેરા ભરપાઈ ન કરતા પાલિકા દ્વારા મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જંબુસરના આઝાદ હોટલ સામે જગાજી મહારાજ તથા સીવણ ક્લાસનો હાઉસ ટેક્સ બાકી પડતો હોવાથી વડી કચેરીની સૂચના અનુસંધાન વસુલાત કર્મચારી લકધીર જાંબુ સહિતની ટીમે સદર મિલકતને સીલ કરવામાં આવી હતી. આ સાથે જ કુલ 12 મિલકતો સીલ કરાતા વેરા ભરપાઈ નહીં કરનાર મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો હતો.

Next Story