Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં તાલુકા યુવા ઉત્સવ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ આર.કે.વકીલ સ્કૂલ ખાતે તાલુકા યુવા ઉત્સવ-2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ આર.કે.વકીલ સ્કૂલ ખાતે તાલુકા યુવા ઉત્સવ-2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલ આર.કે.વકીલ સ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા યુવા ઉત્સવ-2022-23 યોજાયો હતો જેમાં તાલુકાની વિવિધ શાળાના સ્પર્ધકોએ વક્તૃત્વ,નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.સાથે જ વિવિધ સાંકૃતિક કૃતિઓ પણ રજુ કરવામાં આવી હતી.

યુવા ઉત્સવમાં ઓ.એન.જી.સી.ના સીજીએમ અંસુ ખરે,જી.જી.એમ.સંદીપ પંડયા,હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ,આદર્શ કેળવણી મંડળના પ્રમુખ કેરસિંહ ઇલાવિયા,ઉપ પ્રમુખ તુષાર પટેલ,કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ,આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક આચાર્ય જીગ્નેશ પટેલ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story