ભરૂચ: પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને કરાય ઉગ્ર રજૂઆત

નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી

New Update
ભરૂચ: પશ્ચિમ વિસ્તારના વિકાસના કામો બાબતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ન.પા.ના પ્રમુખને કરાય ઉગ્ર રજૂઆત

ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ શહેર કૉંગ્રેસ તેમજ પાલિકા વિપક્ષના સભ્યો દ્વારા પશ્ચિમ વિસ્તારના રોડ રસ્તા સહિતના વિકાસના કામો અંગે પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભરુચ શહેરના વિવિધ વિસ્તારોમા રસ્તા સહિતના વિવિધ વિકાસ કાર્યો ત્રણ ચાર વર્ષથી મંજૂર થયા બાદ પણ થતાં નથી તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ , શહેર કૉંગ્રેસ તેમજ પાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે દશ દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો પાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ દરમ્યાન ભાજપ લઘુમતી મોરચાના ઇમરાન બોક્સરે પણ કાર્યકરો સાથે પાલિકા ખાતે પોહચી તેઓ દ્વારા વોર્ડ નબર 1 અને 2 ના સાતથી આઠ કામ મૂકવામા આવ્યા છે પણ પાલિકાના વિપક્ષના સભ્યો જ તેમાં આડખીલી બની રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે ભાજપ લઘુમતી મોરચાના આ આક્ષેપો ને ફગાવી દેતા પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે જો ભાજપના જ લઘુમતી મોરચાના કામ ન થતાં હોય તો કોંગ્રેસ આ મુદ્દે તેમની લડાઈ લડવા તૈયાર હોવાનો વળતો પ્રહાર કર્યો હતો

આ અંગે ભરૂચ નગાર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે જુના કામો ન થતા કોન્ટ્રાકટરોને નોટિસ આપવા સાથે બ્લેક લીસ્ટ કરવાની કામગીરી કરી રિટેન્ડરીંગ કરી વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવશે....

Latest Stories