Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નગર સેવા સદનની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની કરવામાં આવી રચના,જુઓ કોને મળ્યુ મલાઈદાર ખાતુ

ભરૂચ નગર પાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા બાદ આજે મંગળવારે 13 સમિતિઓની રચના માટે પેહલી સભા મળી હતી.

X

ભરૂચ નગર પાલિકાની અઢી વર્ષની બીજી ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા બાદ આજે મંગળવારે 13 સમિતિઓની રચના માટે પેહલી સભા મળી હતી.

ભરૂચ પાલિકાના સભા ખંડમાં પ્રમુખ વિભૂતિબેન યાદવના પ્રમુખ સ્થાને ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસરની હાજરીમાં નવા બોર્ડની પેહલી સામાન્ય સભા યોજાઈ હતી.સભામાં વિવિધ 13 સમિતિઓના ચેરમેન અને સભ્યોની વરણી કરવામાં આવી હતી. ભાજપ પક્ષના મેન્ડેટ મુજબ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તમામ સમિતિઓના સભ્યોનું લિસ્ટ રજૂ કર્યું હતું.જેને સભામાં રજૂ કરાતા દરખાસ્ત અને ટેકાથી તમામની વરણીની જાહેરાત કરવામાં આવી હતી.નવી સમિતિઓ અને સભ્યોની વરણીમાં વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના નજીકનાને સૌનો સાથ સૌના વિકાસ હેઠળ આવરી લેવાયા હતા.પાલિકાની 13 સમિતિમાં 8 સમિતિઓમાં મહિલા ચેરમેનને સ્થાન અપાયું હતું. કારોબારી સમિતિમાં 11 સભ્યો, ફાયનાન્સ & ટેક્ષેશનમાં 9, કાયદા, ફસાયર એન્ડ મોટરગેરેજ, સમાજ કલ્યાણ, એસ્ટાબલીસમેન્ટ, લાઈટ, સેનેટરી, શોપ્સ, મેડિકલ, વોટર વર્ક્સ, પબ્લિક અને બાગ બગીચામાં નવ નવ સભ્યોને સ્થાન અપાયું હતું. શાસક પક્ષના દંડક તરીકે નરેશ સુથારવાલાની નિમણૂક કરાઈ હતી. સમિતિઓની રચનામાં નો રિપીટ થિયરી સાથે નવા ચહેરાઓને આવરી લેવાયા હતા.

Next Story