Connect Gujarat
ભરૂચ

ભાવનગર : પીપળીયાના 100 વર્ષીય વૃદ્ધાએ રસી લેતાં અન્ય લોકો માટે રોલ મોડેલ બન્યા

ભાવનગર : પીપળીયાના 100 વર્ષીય વૃદ્ધાએ રસી લેતાં અન્ય લોકો માટે રોલ મોડેલ બન્યા
X

સમગ્ર ભાવનગર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા સતત રસીકરણ પર ભાર મૂકીને દિન પ્રતિદિન વધુમાં વધુ રસીકરણ થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન અને આરોગ્ય તંત્રની સતત કાબેલેદાદ કામગીરી કરવામાં આવી રહી છે. સિહોર તાલુકાના પીપળીયા ગામના દેવીપૂજક વિસ્તારના ૧૦૦ વર્ષના ગંગા મોતી વાઘેલાએ કોરોનાની રસી લઇને અન્ય લોકો માટે પ્રેરણારૂપ અને રોલ મોડલ બન્યા છે.

પીપળીયાના દેવીપૂજક વાસમાં ૧૦૦ વર્ષના માડી ગંગા મોતી વાઘેલાએ સૌપ્રથમ રસી લીધી અને તેમની સમજાવટથી ત્યારબાદ સમગ્ર દેવીપૂજક વાસમાં ૧૦૦% કોવિડ રસીકરણ થયું હતું. વૃદ્ધા કહે છે કે, આપણે જો કોરોનાની ત્રીજી લહેરથી બચવું છે તો કોરોનાની રસી લઇ લેવી જ જોઇએ રાજ્ય સરકાર દ્વારા જ્યારે ઘર આંગણે આવીને રસી આપવામાં આવે છે ત્યારે દરેક વ્યક્તિએ તે લઈ લેવી જોઈએ. તેમણે કહ્યું કે,અત્યારે જે જીવનશૈલી છે તે પ્રમાણે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી છે. અમારા સમયમાં અમે શુદ્ધ ખોરાક લેતાં હતાં અને ખૂબ મજુરી કરતાં હતાં તેથી નાના-મોટા રોગની અમને અસર પણ થતી ન હતી,પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે સમય સાથે કદમ મિલાવી હવે સૌએ રસી લેવી જોઈએ તેવી અપીલ તેમણે કરી હતી.

Next Story