આમોદ શહેર યુવા મોરચા દ્વારા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત યોજાયો રકતદાન કેમ્પ

આમોદ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો હતો.

New Update

આમોદમાં રંગ અવધૂત મંદિર ખાતે આજ રોજ આમોદ શહેર યુવા મોરચા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત રકતદાન કેમ્પ યોજાયો હતો.પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાતભરમાંથી રકતદાન એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગમાં આવે તેવા આશય સાથે ૩૦ મી જૂન સુધી રકતદાન શિબિરનું યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

આમોદ શહેર યુવા મોરચા દ્વારા રંગ અવધૂત હોલ ખાતે માજી મંત્રી છત્રસિંહ મોરીની આગેવાનીમાં યુવા મોરચાના પ્રમુખ સ્નેહલ કાપડીયાએ ભારત માતાની છબીને દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ,તાલુકા પ્રમુખ વિરાજસિંહ રાજ,ભરૂચ જિલ્લા ભાજપના આગેવાન ઇન્દ્રસિંહ રાજ,આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ,આમોદ શહેર સંગઠનના મહામંત્રીઓ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Latest Stories