Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નવા દીવા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત, રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત

નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત કરાઇ

અંકલેશ્વર : નવા દીવા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત, રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત
X

ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના નવા દીવા ગામમાં આવેલ જળકુંડ મંદિર પાસે તળાવની પાછળથી 4 મોપેડની ડીકીમાં છુપાવી રખાયેલા વિદેશી દારૂના જથ્થા સહિત એક બુટલેગરની રૂ. 2.30 લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંક્લેશ્વરના નવા દિવા ગામમાં રહેતો બુટલેગર તેના મળતીયા સાથે નવા દીવા જળકુંડ મંદીર પાસે તળાવની પાછળ 4 જેટલા મોપેડની ડીકીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરે છે.

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 4 મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂની 194 બોટલ મળી આવી હતી. જેમાં પોલીસે 25 હજારનો દારૂ અને વાહનો તેમજ ફોન મળી કુલ રૂપિયા 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સાથે જ નવા દીવા ગામના શામજી ફળીયામાં રહેતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story