Connect Gujarat
ભરૂચ

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ ૨૦૧૧-૧૨ માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી ઉભો થયો વિવાદ

ટોરેન્ટ બાદ વધુ એક કંપનીએ ડીઆઈએ પાસેથી એક્સસ નાણાં રીફન્ડ માંગતા ફરી વિષય ચર્ચાની એરણે ચડ્યો છે.

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ ૨૦૧૧-૧૨ માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી ઉભો થયો વિવાદ
X

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વર્ષ ૨૦૧૧-૧૨ માં થયેલા કથિત પાણી કૌભાંડમાં ફરી વિવાદ ઉભો થવા પામ્યો છે. ટોરેન્ટ બાદ વધુ એક કંપનીએ ડીઆઈએ પાસેથી એક્સસ નાણાં રીફન્ડ માંગતા ફરી વિષય ચર્ચાની એરણે ચડ્યો છે.બીજી અનેક કંપનીઓ પણ એક પછી એક રિફંડ માંગે તેવા આસાર ઉભા થયા છે.તો ઘણી કંપનીઓના ડીઆઈએનું પદ ધરાવતા સંચાલકોનું આ બાબતે સૂચક મૌન પણ સપાટી પર આવ્યુ છે. આવા સંચાલકો કંપનીને વફાદાર રહેશે કે ડીઆઈએ ને એવો પ્રશ્ન ઔદ્યોગિક આલમમાં ઉઠી રહ્યો છે.

દહેજ જીઆઇડીસીમાં વર્ષ ૨૦૧૧-૧૨માં ઉદ્યોગોને પાણી પૂરું પાડવાનો કોન્ટ્રાકટ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પાસે હતો.જેમાં નિયમોની ઉપરવટ જઈ ડીઆઈએ એ પાણીના કુલ વપરાશ કરતા વધુ પાણી વપરાશના બિલ ફટકારી નાણાંની વસુલાત કરી હતી.ઉદ્યોગોએ તેની સામે અવાજ ઉઠાવતા આખરે GIDC એ એક જ વર્ષમાં કોન્ટ્રાકટ રદ કરી દીધો હતો. ટોરેન્ટ કંપનીએ બિલ ઉપરાંતના વધારાના નાણાં પરત મેળવવા માંગ ઉઠાવી હતી.જે ન મળતા આખરે ટોરેન્ટ કંપનીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

જેમાં ટોરેન્ટની ફેવરમાં ચુકાદો આવ્યો હતો.જેના પગલે ડીઆઈએ એ દોઢ કરોડ થી વધુ રકમ ટોરેન્ટ પાવરને પરત કરવી પડી હતી.ટોરેન્ટ પાવરની તરફેણમાં ચુકાદો આવતા જ ડીઆઈએ નું પાણી કૌભાંડ વધુ ગાજયુ હતુ.હવે વધુ એક કંપનીએ પોતાના નાણાં રિફંડ ની માંગ ઉઠાવી છે.દહેજમાં આવેલ પીડીલાઈટ કંપનીએ DIA ને પત્ર લખી નાણાં પરત માંગતા વધુ એક વખત પાણી કૌભાંડ ફરી ગરમાય જવા પામ્યુ હતુ. કોર્ટના હુકમના પગલે ડીઆઈએ એ ટોરેન્ટ કંપનીને નાણાં પરત કરવાની ફરજ પડી હતી.જેના પગલે ડીઆઈએ એ ખોટી રીતે જે ૭૦ થી વધુ કંપની પાસેથી પાણીના બિલ વસુલ્યા હતા તે તમામને તેમના હકના નાણાં પરત કરી દેવા જોઈએ તેવી માંગ દહેજ ઔદ્યોગિક ક્ષેત્ર માં થઇ રહી છે.આવા સંજોગોમાં ડીઆઈએ કેવું વલણ અપનાવશે તે જોવુ રહ્યુ.

Next Story