Connect Gujarat
ભરૂચ

ભરૂચ ખાતે યોજાશે "CSR-કોન્ક્લેવ", અનેક ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહેશે...

ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજીત આ કોન્ક્લેવમાં વાગરા તાલુકાનો બેઝ લાઈન સર્વે રીપોર્ટ લોન્ચ કરવામાં આવશે.

ભરૂચ ખાતે યોજાશે CSR-કોન્ક્લેવ, અનેક ક્ષેત્રના તજજ્ઞો ઉપસ્થિત રહેશે...
X

ભરૂચમાં તા. 29 એપ્રિલના રોજ ABC સર્કલ સ્થિત હોટલ રિજેન્ટા ખાતે CSR કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજીત આ કોન્ક્લેવમાં વાગરા તાલુકાનો બેઝ લાઈન સર્વે રીપોર્ટ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત વિકાસની દિશામાં સી.એસ.આરનો કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ઉપર પોતાના વિચારો રજૂ કરાશે.

આ કોન્ક્લેવનો મુખ્ય હેતુ 'કોર્પોરેટની સામાજીક જવાબદારીઓ દ્વારા અસરકારક પરીવર્તન' છે. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પદ્મ ભૂષણ રાજશ્રી બિરલા, અદાણી ફાઉન્ડેશનના ડૉ પ્રિતિ અદાણી, આઈ.એ.એસ. એમ. થેનારસન, ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ભરૂચના વિકાસ અને સામજિક ઉત્થાન પર ઉપસ્થિત લોકોને સંબોધશે. આ કાર્યક્રમમાં કોર્પોરેટ અલાયન્સ થકી સમાજનું નિર્માણ વિષય પર અર્ચના જોશી, લાલરામ બિહા, એન.કે.નાવડિયા પણ સંબોધન કરશે. બિઝનેસ ફિલોસોફી અને CSR વિષય પર નિવૃત્ત આઇ.એ.એસ એ.એમ.તિવારી, ડૉ. વાય.એસ.રેડ્ડી, વિવેક પ્રકાશ, કલોલ ચક્રવર્તી, અશોક પંજવાણી પોતાની વાત મુકશે.

આ ઉપરાંત છેલ્લા અને ત્રીજા સેશનમાં ફોકસ ઓન લિવેબલ ભરૂચ એટલે કે, ભરૂચને રહેવાલાયક વધુ સુંદર કઈ રીતે બનાવવું એ વિષય પર જિલ્લા કલેટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કમલેશ ઉદાણી અને કોર્પોરેટર એડવાઈઝર સુનિલ પારેખ વાર્તાલાપ કરશે, ત્યારે ભરૂચના ABC સર્કલ ખાતે હોટલ રિજેન્ટામાં યોજાનાર આ કાર્યક્રમમાં રસ ધરાવતા નાગરીકોને જોડાવવા માટે ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હરીશ જોષી અને CSR કાર્યક્રમના ચેરમેન કે. શ્રીવત્સન અને સી.એસ.આર. ફોરમના ચેરમેન નિર્મલસિંહ યાદવે જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે, આ કોન્ક્લેવમાં અત્યાર સુધી 200થી વધુ ડેલિગેટ કે, જેઓ ગુજરાતભરમાં અલગ અલગ સી.એસ.આર. પ્રોજેક્ટ સાથે જોડાયા છે, તેઓએ ઉપસ્થિત રહેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.

Next Story