Connect Gujarat
ભરૂચ

ડાંગ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"નું આયોજન.

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ડાંગ જિલ્લામાં આયોજિત “આત્મનિર્ભર ગ્રામ યાત્રા”ના શુભારંભ

ડાંગ : વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન.
X

રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ તા. ૧૮થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"ના કાર્યક્રમો આયોજિત કરાયા છે, ત્યારે ડાંગ જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમા સમાવિષ્ટ ગામોમાં આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો શુભારંભ કાર્યક્રમ તા. ૧૮મી નવેમ્બર સવારે ૯:૦૦ વાગ્યે આહવા ખાતેથી કરાશે. જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરુ પાડશે.

સતત 3 દિવસ ચાલનાર કાર્યક્રમના સુચારૂ આયોજન, અને વ્યવસ્થા બાબતે ડાંગ કલેક્ટર ભાવિન પંડયાના માર્ગદર્શન હેઠળ શ્રેણીબદ્ધ બેઠકો સાથે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ સંદર્ભે તાજેતરમા આવેલા ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા પ્રભારી મંત્રી નરેશ પટેલે પણ જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ડાંગ જિલ્લામાં આયોજિત "આત્મનિર્ભર ગ્રામ યાત્રા"ના શુભારંભ કાર્યક્રમ વેળા, એટલે કે, તા. ૧૮/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી ગ્રામીણ કક્ષાએ શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા, સખી મંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ તથા પાણી સમિતિ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા અંગેની જનજાગૃતિ રેલી યોજાશે. ત્યારબાદ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળી, પશુ દવાખાના, આરોગ્ય કેન્દ્રો વિગેરેની સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. આ કાર્યક્રમ બાદ મુખ્ય સ્ટેજ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યા મહાનુભાવોનું ઉદ્દબોધન, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ વિતરણ, અને વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરાશે. આ દરમ્યાન રાજ્યકક્ષાએથી પ્રસારીત કાર્યક્રમના જીવંત પ્રસારણ સાથે "આત્મનિર્ભર ગ્રામ રથ"ને મહાનુભાવો પ્રસ્થાન કરાવશે.

Next Story