ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી

ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.

New Update
ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી

ગુજરાતના મુખ્યમંત્રી પદે વિજય રૂપાણીને પાંચ વર્ષ પુર્ણ થતાં સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવી રહી છે. શનિવારે વિકાસ દિવસ અંતર્ગત ભરૂચ ડેપોને પાંચ નવી એસટી બસની ભેટ આપવામાં આવી છે.

Advertisment

રાજયમાં ગત રવિવારથી ભાજપ અને કોંગ્રેસના કાર્યક્રમો યોજાઇ રહયાં છે. આજે શનિવારના રોજ રાજય સરકારે વિકાસ દિવસની ઉજવણી કરી હતી. જે અંતર્ગત રાજયમાં કરોડો રૂપિયાના વિકાસકામોનું ભુમિપુજન તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહયાં હતાં. ભરૂચની સ્થાનિક નેતાગીરીની હાજરીમાં તેમના હસ્તે ભરૂચ એસટી વિભાગને પાંચ નવી બસો લોર્કાપિત કરવામાં આવી હતી.

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી વિકાસ શબ્દનો લોકો અનુભવ કરી રહયાં છે.  ભુગૃઋુષિની પાવન ધરાના મહેમાન બનેલાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યાં બાદ ઝાડેશ્વરના ગાયત્રી મંદિર ખાતે પહોંચ્યાં હતાં. જયાં તેમણે નર્મદા મૈયાના પણ દર્શન કર્યા હતાં. ગાયત્રી માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી શિક્ષણમંત્રી કાવી જવા રવાના થયાં હતાં.

Advertisment