Connect Gujarat
ભરૂચ

ભરૂચના જંબુસરમાં ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક કાર્યરત થશે, કેન્દ્ર આપશે 1000 કરોડની સહાય

કેન્દ્ર સરકાર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે.

ભરૂચના જંબુસરમાં ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક કાર્યરત થશે, કેન્દ્ર આપશે 1000 કરોડની સહાય
X

કેન્દ્ર સરકાર ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા ની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) દ્વારા જગ્યા આઈડેન્ટિફાઈ કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક પ્રપોઝલ તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

સ્કીમ સ્ટીયરીંગ કમિટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે થકી ભારત સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. 1000 કરોડની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે. આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખૂબ જ ફાયદો થશે ગુજરાતના ફાર્મા ઉદ્યોગ નું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલું છે. મેડિકલ ડિવાઈસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત રાજ્ય દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ભારત સરકારના કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ દ્વારા મેડિકલ ડિવાઇસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગ ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી નવી ઇન્ડસ્ટ્રીઝના વિકાસ થકી ગુજરાતમાં રોકાણ વધારવા અને રોજગારીની તકો વધારવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.

Next Story