ઝઘડિયા: વેલુગામેથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને પરિવાર સાથે મેળાપ કરાવતી ઉમલ્લા પોલીસ

New Update

પોલીસ પ્રજાનો મિત્ર છે. એ ઉક્તિ ખરા અર્થમાં સાર્થક પુરવાર થઈ છે. ખેડા જિલ્લાના ખેડીવાવ ગામમાં રહેતા સવિતાબેન કે જે અસ્થિર મગજના હોય તેઓ ગત તારીખ ૧૮ મી જુલાઈના રોજ તેઓના ઘરેથી કોઈને પણ કહ્યા વિના ક્યાંક જતા રહેતા તેઓના પરિવારજનો ચિંતિત બન્યા હતા. 

Advertisment

સવિતાબેન ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ તેણીના પતિએ મહુધા પોલીસ મથકમાં નોંધાવી હતી. ત્યારબાદ તેઓના પરિવારજનો દ્વારા સવિતાબેનની ખુબ શોધખોળ આદરી હતી. પરંતુ સવિતાબેનની ભાળ મળી શકી ન હતી.

પરંતુ સદનસીબે ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે ગતરોજ એક અજાણી મહિલા નજરે પડતા જેની જાણ ઉમલ્લા પોલીસ મથકમાં કરતા પોલીસે મહિલાનો કબજો મેળવી તેણીના ફોટા સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યા હતા.જે ફોટા સવિતાબેનના વાલીવારસો સુધી પહોંચતા સવિતાબેનના પતિ તેમજ પરિવારજનોએ ઉમલ્લા પોલીસ મથક પહોંચી સવિતા બેનની ઓળખ કરી પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો. તેમજ સવિતા બેનની ભાળ મેળવવામાં મદદરૂપ બનનાર ઉમલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સોશ્યલ મીડિયા એક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત બનવા બન્યું છે. તો બીજી તરફ પોલીસની સરાહનીય કામગીરીની ચોમેરથી પ્રશંસાઓ સાંભળવા મળી હતી.

Advertisment