પોલીસની "પરેડ" : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ-અંકલેશ્વરમાં યોજાય પોલીસ વિભાગ દ્વારા પરેડ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

New Update

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ તેમજ અંકલેશ્વર ખાતે પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસ દ્વારા યોજાયેલી પરેડે શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 તાલુકાઓમાં 15મી ઓગષ્ટ પૂર્વે પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે પોલીસ દ્વારા પરેડ યોજાય હતી. આ પરેડમાં 4 પોલીસ પ્લા ટૂન, 1 હોમગાર્ડ પ્લાટૂન અને 1 GRD પ્લાટૂન જોડાય હતી. પોલીસની પરેડ યાત્રામાં દેશભક્તિના સૂર સાથે બેન્ડવાજા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.