Connect Gujarat
ભરૂચ

ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદનો વિરામ, પાલિકાએ હાથ ધર્યું સફાઇ અભિયાન

X

મંગળવારની રાત્રે ભરૂચ અને અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની હતી. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચની ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી અને ફુરજા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશી ગયાં હતાં. ગુરૂવારના રોજ વરસાદે વિરામ લેતાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઇન્દિરા નગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકા સભ્યોએ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી વરસાદી પાણી નો નિકાલ કરી સાફસફાઈ ની કામગીરી હાથ ધરી રોગચાળો ના પ્રસરે તે માટે જંતુનાશક પાવડર નો છટકાવ પણ કરવામાં આવી રહ્યો હતો..

અંકલેશ્વરની વાત કરવામાં આવે તો અંકલેશ્વરમાં પણ પાલિકાએ સફાઇની કામગીરી હાથ ધરી છે. વરસાદી પાણીનો નિકાલ કરવા સાથે સંજયનગર સહીતના અન્ય વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.. અંકલેશ્વરમાં બે દિવસ સુધી મુશળધાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ખાસ કરીને સંજયનગરમાં કેડસમા પાણી ભરાયાં હતાં.

Next Story