Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દેશના પ્રથમ ઔદ્યોગિક ડિસેલીનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.

મુખ્યમંત્રીના હસ્તે ડિસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું CMના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું લિવેબલ ભરૂચ પ્રોજેક્ટનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો

X

દરિયા કિનારે આવેલા દેશ અને દુનિયાના ખ્યાતિપ્રાપ્ત એવા ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતની મીઠા પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા 30 મહિના અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 100 MLDના રૂ. 881 કરોડના ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું, ત્યારે હવે દેશનો પ્રથમ ઔદ્યોગિક હેતુનો ડિસેલીનેશન પ્લાન્ટ તૈયાર થઈ જતા તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે સુવિધાથી સજજ અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ લિવેબલ ભરૂચ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્માએ રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર લોક સુખાકારી માટે હંમેશા તત્પર હોવાનું કહી ઉદ્યોગો માટે આ પ્રકારનો પાણી માટેનો પ્રથમ પ્લાન્ટ હોવાનું જણાવી ઉદ્યોગોની સમસ્યાના નિવારણ માટે સતત કાર્યરત હોવાનું પણ જણાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it