Connect Gujarat
ભરૂચ

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભરૂચની કે.જે.ચોક્સી લાયબ્રેરી ગ્રંથપાલે વૃક્ષારોપણ કર્યું

તારીખ 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગ તેમજ વિશ્વમાં વૃક્ષ છેદનથી વિશ્વમાથી ચકલીઓની સંખ્યા ઓછી થઈ રહી છે

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભરૂચની કે.જે.ચોક્સી લાયબ્રેરી ગ્રંથપાલે વૃક્ષારોપણ કર્યું
X

તારીખ 20મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગ્લોબલ વોર્મિંગ તેમજ વિશ્વમાં વૃક્ષ છેદનથી વિશ્વમાથી ચકલીઓની સંખ્યા ઓછી થઈ રહી છે, કદાચ એવું પણ બને કે આવનાર સમયમા બાળકોને ચકલી ચિત્રોમાં બતાવવી પડે એવું લાગી રહ્યું છે.ભરૂચની કે.જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ અને પંખીપ્રેમી નરેન્દ્ર સોનારે લાયબ્રેરી પાછળ પંખીઓ માટે વૃક્ષોનું રોપાણ કરી જૂજ આવતી ચકલીઓ તેમજ વિવિધ પંખીઓના સંરક્ષણ માટેનું કામ કરી રહ્યા છે.

સમયનું ચક્ર ફરી રહ્યું છે હાલના સમયમાં પ્રદુષણ, ગ્લોબલ વોર્મિગ, વૃક્ષ છેદન સહિતની ચાલતી પ્રવૃત્તિઓને પગલે ચકલીઓ નામશેષ થવા લાગી છે તેના જતન માટે આ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું

Next Story