Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ગાંધી પદયાત્રા હવે બની "વિચારયાત્રા"

ભાવનગર: ગાંધી પદયાત્રા હવે બની વિચારયાત્રા
X

ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બની જન જન સુધી

પહોંચી : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

“નવી પેઢી ગાંધી મૂલ્યોને જાણે અને સાચા અર્થમાં સમજે તે ઉદ્દેશ સાથે

પદયાત્રા કરવામાં આવી હતી :કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા

ગત વર્ષ ૨૦૧૯માં તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર

જિલ્લામાં યોજાયેલ 150 કિમીની ‘ગાંધીમૂલ્યોના

માર્ગે પદયાત્રા’ના ઐતિહાસિક દિવસની યાદમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં

પદયાત્રા દિવસની ઉજવણી કરાઇ હતી.

વર્ષો પછી પણ જેઓ આપણા આદર્શ રહ્યા છે તેવા અહિંસાના

પૂજારી પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રિય

મંત્રી મનસુખભાઇ માંડવિયા પ્રેરિત ગાંધી મૂલ્યો પર આધારીત ૧૫૦ કિલોમીટરની ૧૫૦

ગામોને જોડતી ,ગાંધીમૂલ્યોના માર્ગે પદયાત્રા’ ગત વર્ષ ૨૦૧૯માં

તા.૧૬ જાન્યુઆરીના રોજ ભાવનગર જિલ્લામાં યોજાઈ હતી. તે ઐતિહાસિક દિવસની યાદમાં ૧૬

જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ‘પદયાત્રા દિવસ’ તરીકે ઉજવણી સમારોહ યોજાયો હતો.

આ પદયાત્રા દિવસ ઉજવણી

કાર્યક્રમમાં યાત્રારૂટ પર વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ

ગ્રામજનો સાથે મળી ગામને સજાવ્યા હતા. રંગબેરંગી રંગોળી, દિવાલ સુશોભન,બેનર, મહેંદી હરીફાઈ, ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, ગાંધીજીવન આધારીત

ફિલ્મ શો, સાંસ્કૃતિ કાર્યક્રમો વગેરે યોજાયા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને

કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા તથા વિવિધ ક્ષેત્રના

અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. સૂતરની આંટીથી મંત્રી માંડવિયા સહિતના

મહાનુભાવોનું સન્માન કરાયું હતુ. ત્યારબાદ પદયાત્રા

વાળા ૧૫૦ કિલોમીટરના રૂટને ‘ગાંધીકૂચ માર્ગ’ નામાભિધાન તકતી ખુલ્લી મૂકાઈ હતી.

Next Story