• ગુજરાત
 • લાઇફસ્ટાઇલ
વધુ

  ભાવનગર : અધેલાઇ ખાતે સગર્ભા મહિલાઓ માટે મેગા મેડીકલ કેમ્પ યોજાયો, જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન અપાયું

  Must Read

  કોવિડ-19 : રાજ્યમાં આજે 454 નવા કેસ નોધાયા, 361 દર્દીઓ થયા સાજા

  રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 454 નવા પોઝિટિવ કેસ નોંધાયા...

  દહેજ માટે પત્ની પર જુલમ કરવો કાયરતાની નિશાની : અસદુદ્દીન ઓવેસી

  દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની...

  પંચાયતો અને પાલિકામાં ભાજપનું ધમાકેદાર કમબેક, ભાજપના સુનામીમાં કોંગ્રેસ નામશેષ

  ભાજપનું આવે છે ત્યારે સુનામી જ આવે છે… ગુજરાતમાં મહાનગરો બાદ પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપે કોંગ્રેસ તથા...

  ભાવનગર તાલુકાના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા બહેનોનો મેગા મેડીકલ કેમ્પ આયોજીત કરવામા આવ્યો હતો. જેમાં ૪૨ જેટલા સગર્ભા બહેનોનું મેડીકલ ઓફીસર મારફત હેલ્થ ચેક અપ કરી જરૂરી દવાઓ તેમજ માર્ગદર્શન વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવ્યું હતું.

  અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોજાયેલા કેમ્પમાં સગર્ભા બહેનોના લોહી-પેશાબની વિવિધ લેબોરેટરી તપાસ, વજન, ઉંચાઈ, પેટની તપાસ, બ્લ્ડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી. તેમજ ધનુર વિરોધી રસી અપાઈ હતી. ડો. સુનિલ પટેલ તાલુકા હેલ્થ ઓફીસર ભવનગરના સંકલનથી આ કેમ્પ માટે તાલુકા પંચાયતના સ્વભંડોળમાથી અંદાજિત ૩૫,૦૦૦ જેટલી રકમ ફાળવવામા આવી હતી. જેમાથી સગર્ભા બહેનોને માસ્ક, સેનીટાઈઝર, સાબુ, પ્રોટીન પાઉડર તથા ઈમ્યુનીટી બુસ્ટર એવા વિટામીન સી અને ઝિંક નો પાઉડર, ગ્લુકોઝ પાઉડર, વિટામીન સી અને ઝીંકની ગોળી, લોહીના ટકા વધારવાની દવા તેમજ કેલ્શીયમની ગોળીઓ અને ઓ.આર.એસ પાઉડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

  સમગ્ર કેમ્પ દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા પદાધીકરીઓ સાથે સુચારૂ સંકલન સાધી મેડિકલ કેમ્પની ઉતમ વ્યવસ્થા ગોઠવવામા આવી હતી. પ્રોગ્રામ મેનેજર ચેતનસિંહ દ્વારા ખિલખિલાટ વાહન મારફત આ કેમ્પમા ગ્રામીણ વિસ્તારોમાંથી સગર્ભા બહેનોને કેમ્પના સ્થળે લાવવા અને પરત ઘરે મુકવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ હતી. આ કેમ્પમાં મંત્રી પુરષોતમભાઈ સોલંકી વતી દીવ્યેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય ગણમાન્ય પદાધીકારી અને અધીકારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. આ મેગા ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે ડો. હરપાલસિંહ ગોહિલ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગરની સમગ્ર ટીમે સગર્ભા બહેનોને સહેજ પણ મુશ્કેલી ન પડે તે રીતે મેગા ચેકઅપ કેમ્પને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  કોવિડ-19 : રાજ્યમાં આજે 454 નવા કેસ નોધાયા, 361 દર્દીઓ થયા સાજા

  રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 454 નવા પોઝિટિવ કેસ નોંધાયા...
  video

  દહેજ માટે પત્ની પર જુલમ કરવો કાયરતાની નિશાની : અસદુદ્દીન ઓવેસી

  દહેજ માટે પત્ની પર જુલમ કરવોએ કાયરતાની નિશાની છે તેમ એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીએ જણાવ્યું છે. અમદાવાદની રહેવાસી આયશા મકરાણીના નિકાહ રાજસ્થાનના...
  video

  પંચાયતો અને પાલિકામાં ભાજપનું ધમાકેદાર કમબેક, ભાજપના સુનામીમાં કોંગ્રેસ નામશેષ

  ભાજપનું આવે છે ત્યારે સુનામી જ આવે છે… ગુજરાતમાં મહાનગરો બાદ પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપે કોંગ્રેસ તથા અન્ય પક્ષોનો કલીનસ્વીપ કર્યો છે....

  કોંગ્રેસમાં હતાશા ધાનાણી-ચાવડાએ આપ્યું રાજીનામું, હવે કોંગ્રેસ હાર્દિકના હવાલે

  મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપાની ચૂંટણી માંપણ કારમો પરાજય થતા અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પદેથી...
  video

  ભરૂચ : AIMIM સાથેનું ગઠબંધન છોટુભાઇ માટે રાજકીય આપઘાત સમાન, ભાજપને બંપર ફાયદો

  ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાના પરિણામો કોંગ્રેસની સાથે બીટીપી માટે પણ આંચકાજનક રહયાં છે. ભાજપે કોંગ્રેસ અને બીટીપી બંનેના ગઢમાં ગાબડું પાડી કલીન...

  More Articles Like This

  - Advertisement -