યે નયા હિન્દુસ્તાન હૈ, તુમ્હારે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી

સામી ઉત્તરાયણે એટલે કે ૧૧મી જાન્યુ. ૨૦૧૯ના રોજ રીલીઝ થયેલું, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઊરીજોયું. રોની સ્ક્રુવાલા પ્રોડ્યુસરે દિલ ખોલીને પૈસાની કોથળી છોડી છે. ક્યાંય સમાધાન નથી કર્યું. દિગદર્શક, રાઈટર આદિત્ય ધાર. સલામ ! રાઈટર, દિગદર્શક  હોય એ ફિલ્મ દર્શકોને પસંદ પડે જ.

સર્જીકલ સ્ટ્રાઈક નમો એ આમ જનતા સુધી પહોંચાડેલા શબ્દો છે. દુશ્મનના આતંકવાદી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવાના, ગણતરીની મિનિટોમાં. પરેશ રાવલ (ગોવિંદ ભારદ્વાજ) જે ઇન્ડિયન આર્મી અને દિલ્હી સાથે સેતુ રચે. લાજવાબ અભિનયપી.એમ. નો ડિફેન્સ સેક્રેટરી.

‘ઊરીએક જગ્યાનું નામ જેમાં ભારતના જવાનોને ભર નિંદ્રામાં આતંકવાદીઓ નિશાન બનાવ્યા હતા, ત્યાં ચાર ટુકડીઓ જાય અને વિઘ્નોને પાર કરે હવાઈ માર્ગે, જમીન માર્ગે, એમનો ખાત્મો બોલાવે ત્યારે કંપારી છૂટી જાય.

વીકી કૌશલ (મેજર વિહાન સિંઘ શેરગીલ), યામી ગૌતમ (જાસ્મીન: નર્સ અને પલ્લવી) એર ફોર્સ પાઈલટ બની પડોશી દેશના હેલિકોપ્ટરને ઊભી પૂછડીએ ભગાવે. ‘યુરીફિલ્મમાં ક્યાંય ઈલુ ઈલુ નથી. “મા સે બઢકર માતૃભૂમિજોવા ચોટદાર સંવાદ. વડાપ્રધાન તરીકે (રજીત કપૂર) નમો જેવા લાગે જ્યારે એ બોલે ત્યારે.

મ્યુઝિક ડાયરેક્ટર શાશ્વત સચદેવ અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકની ટીમને સો સો સલામ !  રૂંવાટા ખડા કરી દે એવું સંગીત.

ગીતકાર : રાય શેખર, કુમાર, અભિરૂચી ચાંદ નવા છે, પણ રેસના ઘોડા છે.

એડિટીંગ : શીવકુમાર વી. પાંચેકાર અદભૂત !

૭ જણાની પાર્શ્વ ગાયકોની સપ્તર્ષિ : રોમી, વિવેક હરિહરન, શાશ્વત સચદેવ, યાહીર દેસાઈ, સિદ્ધાર્થ બસરુર, શાંતનું સુદામો અને દિલેર મહેંદી.

આ બધા નામ યાદ રાખો કે માનસપટલ પરથી ગાયબ થઈ જાય, ‘ઊરીફિલ્મ જોશો તો બીજીવાર જોવાનું ગમશે જ. મલ્ટીપ્લેક્ષમાં જોજો, સાઉન્ડ ઈફેક્ટ, બીગ સ્ક્રીન અને સંવાદ કાન સરવા રાખી સાંભળજો.

કેટલાક સંવાદ :

 • હાઉસ ધ જોશ ? હાય સર. જયહિંદ.
 • દો મેલી શર્ટ મીલી હૈ, ન ઉસકો ધોને કો ચાહતી હૂંન મૈં કીસીકો દેના ચાહતી હૂં, ઉસમેં ઉસકી ખૂશ્બૂ હૈ.
 • નમો મેકીંગ ઇન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ, ઉદ્યોગસાહસિકો માટે સરકારે દ્વાર ખોલ્યા છે એવું ઢોલ પીટીને કહે છે તેનું જીવંત ઉદાહરણ લબરમૂછીયા ઈશાને ગરુડ આકારનું ડ્રોન બનાવ્યું છે જે સર્જીકલ સ્ટ્રાઈક કરતી વખતે ચારે ટીમને લીડ કરે, ગાઈડ કરે.
 • ઊરીએટેકના માસ્ટર માઈન્ડ ઈદ્રીસ બગદાદી અને જબ્બાર ગિલાની આતંકવાદી છે, એમના કાળા કરતૂતો જોઇને લોહી ઉકળે પણ બંનેનો અભિનય કાબિલે દાદ છે.
 • ઉન્હે કશ્મીર ચાહિયે ઔર હમે ઉનકા સર.
 • વાઈન સે મુઝે માઈગ્રેન હોતા થા, તો વ્હીસ્કી પીની શરૂ કર દી.

 કાંધે પે સૂરજ ટીકાકે ચલા તૂ, આંખો મેં ભર કે ચલા બીજલીયા

તૂફાન ભી સોચે જીદ તેરી કૈસી, એસા ઝૂનૂન યે કીસી મેં કહાઁ

બહેતા ચલા તૂ, ઉડતા ચલા તૂ, જેસે ઉડે બેધડક આંધિયાં, મંઝર હૈ યે નયા…”

ગાયકો : યાહીર દેસાઈ, શાશ્વત સચદેવ.

૧૩૮ મિનિટ અને ૧૬ સેકંડ છલોછલ દેશભક્તિના રંગે રંગાવવા, પ્રજાસત્તાક દિનના પૂર્વ પખવાડિયામાં સમય ફાળવો એટલી અભ્યર્થના. જયહિંદ.

1 COMMENT

 1. Your narration is absolutely pin pointed to justify…Express d Spirit of d Film…
  Must to see to Salute d National Spirit…
  Great Team Work…. Thank u ji.

LEAVE A REPLY