Connect Gujarat
બ્લોગ

Blog - Ruષિ દવે, બીજી માં સિનેમા-OMG - ૨, कौन सुधार लाएगा एज्युकेशन सिस्टम में ?

સવારના 4 વાગે હજરો નાગા બાવાઓનો સૈલાબ ઉમટે સ્નાન કરવા, શંખનાદ, ભસ્મ આરતી, ઉંચી ઉંચી વાદીમેં બસતે હે ભોલે શંકર, ભોલેનાથ કા હું મેઁ દિવાના

Blog - Ruષિ દવે, બીજી માં સિનેમા-OMG - ૨, कौन सुधार लाएगा एज्युकेशन सिस्टम में ?
X

સવારના 4 વાગે હજરો નાગા બાવાઓનો સૈલાબ ઉમટે સ્નાન કરવા, શંખનાદ, ભસ્મ આરતી, ઉંચી ઉંચી વાદીમેં બસતે હે ભોલે શંકર, ભોલેનાથ કા હું મેઁ દિવાના, ગીતથી સેંકડો શિવભક્તોની ભીડ, મહાકાલના પૂજન અર્ચન દર્શન કરવા કતારબધ્ધ ઉભા રહે, પૂજાપો-પ્રસાદ વેચનારા દર્શનાર્થીઓને જય મહાકાલ, જય મહાદેવ, જય ભોલેનાથ બોલી શિવ મહિમાનું રસપાન કરાવે. આ સાથે ઓહ માય ગોડ (OMG - 2) નું ટાઇટલ પડે.

કાન્તી શરણ મુદગલ (પંકજ ત્રિપાઠી) કપાળમાં ચંદનનો લેપ, રુદ્રાક્ષની માળા પહેરી શિવની ભક્તિમાં લીન બની ભક્તજનોને અને મહાકાલના મુખ્ય પૂજારી (ગોવિંદ નામદેવ)ની આગેવાની કરતો મંદિર પરિસરમાં આગળપાછળ દોડાદોડી કરતો, એક મીનીટની ફુરસદ નહિ એ રીતે કોઈ ને બોલાવે, કોઈને ધમકાવે, કોઈને બુચકારે, સ્કુટર પર ફરે, ફૂલોના કોથળા દુકાનમાં ખાલી કરે ત્યાં જ એના મોબાઈલમાં રીંગટોન વાગે 'જય ભોલેનાથ શંકર ભોલે'....

કાન્તિ શરણ મુદગલ પત્ની ઇન્દુમતી (ગીતા અગ્રવાલ શર્મા ), પુત્રી દમયંતી (અન્વેષા વીજ ) અને પુત્ર વિવેક (આયુષ વર્મા) હસતો, રમતો, ખેલતો, દેવાધિદેવ મહાદેવમાં સંપૂર્ણ આસ્થા રાખતા પરિવારમાં ભૂકંપ સર્જાય. વિવેકને સ્કૂલમાંથી સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવે. એણે અધમ કૃત્ય કર્યું છે. એ નિર્લજ, બેશરમ, અપરાધી છે.

કાન્તિ શરણ એના પિતા, માતા ઇન્દુમતી પુત્ર વિવવેકને સંસ્કાર આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કાન્તિ શરણના માથે આકાશ તૂટી પડયું.

એમાંથી બચવા શહેર છોડી એની સાળીના ગામ ચાલ્યા જવાનો વિચાર કરે અને પરિવાર પર ચારે તરફથી થું થું , તિરસ્કાર, બળવો શાંત પડે પછી પાછો ફરે એવું નક્કી થાય છે.

લોર્ડ શિવાના દૂત શિવલિંગની પૂજા કરતા કાન્તીની પાછળથી પાણીમાંથી પ્રગટ થાય એના પર જટામાંથી જળ છાંટે અને ગૂઢ શબ્દોમાં સંકેત આપે. કાન્તિ શહેર છોડવાના બદલે એના પુત્ર વિવેકને નમાલો, હીન,અધમ કહેનારા સામે કોર્ટમાં કેસ માંડે. પાંચ વિરુદ્ધ કેસ દાખલ થાય.

1. પોતે કે જે પુત્રનો ઉછેર કરવામાં નિષ્ફળ ગયો.

2.જાહેરમાં તેલની શીશી વેચનાર કે જે તેલનું માલિશ કરવાથી પુરુષાતનનો ગાળો વધે

3.મેડિકલ સ્ટોરનો માલિક જે ટેબલેટ વાયગ્રા (કોડવર્ડ હાઈ પ્લાનિંગ) ડોક્ટરના પ્રિસ્ક્રિપ્સન વગર નાબાલિક વિદ્યાર્થીઓને પૈસા લઇ આપે.

4.શક્તિમાન ક્લિનિકના ઝોલા છાપ ડોક્ટર કે જે લિંગ પર રીંગ ચઢાવી એ કેટલું ઉત્થાન પામે એ ત્રણ રંગના બલ્બ દ્વારા ચકાસી પુરુષાતનનો રિપોર્ટ આપે.

5.વિવેકની સ્કૂલ, સર્વોદય કે જેમાંથી સેક્સ એજ્યુકેશન વિષે કોઇપણ જાતની સમજણ વિધ્યાર્થીઓને આપવામાં આવી નહિ.

કોર્ટ એટલે ન્યયાલય, જજ - ન્યાયાધીશ પુરુષોત્તમ નાગર (પવન મલ્હોત્રા) આ કોર્ટમાં રડ્યાખડ્યા કેસ આવે. જ્યારથી કાંતિ શરણનો કેસ ચાલવા પર આવ્યો અને ચારે તરફ એની પબ્લિસિટી થઈ એટલે કોર્ટરૂમ ઉભરાવા માંડયો. વકીલ કામિની માહેશ્વરી (યામી ગૌતમ)

રૂપ રૂપના અંબાર, વાકછટ્ટામાં ભલભલાને આંજી નાંખે, ધાણીફૂટે એમ અંગ્રેજી બોલે, દલીલબાજીમાં અવ્વલ, ભલભલાને ચપટીમાં ચિત કરે એની સામે કાન્તિ શરણ રાતદિવસ એક કરીને, સમગ્ર પરિવાર સાથે મચી પડે, વિવેકને પુન: સ્કૂલમાં એડમિશન અપાવવા માટે.

અટલનાથ માહેશ્વરી (અરુણ ગોવિલ - રામાયણ સિરિયલ ના રામ) સ્કૂલના ચેરમેનના પાત્રમાં જોવા ગમે. OMG - 2 ની જબરજસ્ત અસર દર્શકના દિલોદિમાગ પર થાય કારણકે

* દ્ર્શ્યોનું દ્રષ્યાંકઃ લાજવાબ શિવદૂત (અક્ષયકુમાર)નો મેકઅપ, માર્ક ટ્રોય ડિ 'સોઝાએ સંભાળ્યો છે.

* હર હર મહાદેવ ગીત નરેન્દ્ર રાહુરીકરે લલકાર્યું છે.

* 'કાન્તિ શરણ શહર છોડો' ના નારા અને પોસ્ટરની ધારી અસર

* લોર્ડ મેકોલેએ અને બ્રિટિશ એજ્યુકેશન એક્ટમાં વર્ષોના વહાણાં ગયા છત્તા તસુભાર પણ સુધારો કરવામાં શિક્ષણના માંધાતા સરેઆમ નિષ્ફળ ગયા છે.

* વેદ, પુરાણ,આચારસંહિતા, શાસ્ત્ર, વાત્સાયનનું કોકશાસ્ત્ર, ખજુરાવના શિલ્પ શિવલિંગ, જળાભિષેક,આ બધું જ હજારો વર્ષોથી ભારતીય સનાતન ધર્મમાં ઋષિમુનિઓ વેદમન્ત્રોમાં, ઋચામાં દસ્તાવેજીકરણ થયેલું, છત્તા તેનું અમલીકરણ કેવી રીતે સ્કૂલમાં વિધાર્થીઓ સમક્ષ કરવું એની રીત, પધ્ધતિ કોઈએ વિચારી નહીં, બનાવી નહીં. પ્રયોગશાળામાં સ્ત્રી પુરુષના ચાર્ટમાં શરીરના અંગોને એરો બતાવી ચિત્રિત કર્યા પણ એની સમજ, આપવામાં આવી નહીં .

સેક્સ જેટલો અપવિત્ર શબ્દ કોઈ નથી એવું ઠસાવવામાં આવ્યું. પ્રજોત્યતિ કેવી રીતે થાય એનું પદ્ધતિસરનું જ્ઞાન કોઈ આપે નહીં જેથી શરીરના આવેગોને વહી જવા માટેના ઉપાયોને દુષિત ગણવામાં આવ્યા.

* વર્તમાન પત્રો સેક્સ અંગેની કુતુહલ પેદા કરતી કોલમ છાપે પણ તેનો અભ્યાસક્રમમાં ક્યાંય સમાવેશ નથી.

* એસા બોલો જો સમાજ કો અચ્છા લગે. સત્ય બોલવા માટે સેક્સની ક્રિયાને વર્ણવી શકાય એવા હિન્દી, સંસ્કૃત પ્રચુર શબ્દો સાંભળો તો સામાન્ય માણસને પલ્લે પડે નહીં.

* વિવેક કબૂલે મેં જે કર્યું એ ખોટું (ગલત) ન હતું, એ કરવાની જગ્યા, સ્કૂલનો વોશરૂમમાં ન કરાય.

* મજાક - મસ્તી, ગાંડપણ આવું કરવાની, કલીપ બનાવી વાયરલ કરનારાને આકરી સજા થવી જોઈએ.

* છેલ્લે' રખ વિશ્વાસ, હમ હૈ શિવ કે દાસ

* તુમ પુત્ર કે દોસ્ત બનજાઓ વો અપનેઆપ અપની ગલતી સુધારેગા, હેન્ડલ વિથ કેર.

* જ્ઞાનકી નગરીમેં ઇતને અજ્ઞાની કહાંસે આ ગયે.

* 'સાઈઝ છોટા હૈ' એવું મનમાં ઠસાવી દેવું, કિશોરાવયસ્થામાં લાબબરમૂછિયાને રવાડે ચઢાવી દેવાય, એ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે એમાં બેમત નહીં.

*વિજ્ઞાન અને શિવની અસીમ કૃપા જેના પર વરસે એની જીત નક્કી છે.

* મમ્મી પપ્પા ( માં બાપ) OMG- 2 જુએ એમને ગામશેજ, એમની મુંઝવણ, સમસ્યા હશે તો દૂર થશે, સંતાનને ફિલ્મ જોવા સામે ચાલીને મોકલે. કોલેજિયનને પ્રવેશ છે.

સ્કૂલના વિદ્યાર્થીને 18 વર્ષનો થાય ત્યાં સુધી OMG-2 જોવાની પરવાનગી નથી. હર હર મહાદેવ દિગ્દર્શક અને સ્ટોરી રાઇટર અમીત રાયને સો સો સલામ..!

Next Story