Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય: વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરશે

કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં જોવા મળ્યું રહ્યું છે

કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય: વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરશે
X

કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં જોવા મળ્યું રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ મામલે સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે, આ વખતે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ઝડપી કરવાની રહેશે. આ સાથે જ ટિકિટ વાચ્છુક દાવેદારોએ પોતાનો બાયોડેટા જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષાએ આપવાના રહેશે.કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી.

સિનિયર નેતા અને ધારાસભ્ય તેમજ કમિટી સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો બાદ નિર્ણય કર્યો છે કે, ટિકિટ વાંચ્છુક દાવેદારોએ પોતાની દાવેદારી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે બાયોડેટા આપવાના રહેશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ માટે 11 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા રાખવામાં આવી છે. દાવેદારી નોંધાવનારા નેતાઓના બાયોડેટા નું મુલ્યાંકન સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં કરવામાં આવશે અને તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. દાવેદારોનાં બાયોડેટા આધારે બેઠક દીઠ પેનલ તૈયાર કરાશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ના રોજ ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ ઇલેક્શન કમિટી તૈયાર કરેલી પેનલ પર ચર્ચા કરશે. પ્રથમ યાદી મહિનાના અંત સુધીમાં જાહેર થશે. આ વખતે બે અથવા તેનાથી વધુ વખત પરાજીત થયેલા દાવેદારો અંગેનું માપદંડ ચાલુ વર્ષે લાગુ કરી શકશે નહીં. કારણ કે આ વખતે અનેક સિનિયર નેતા ચૂંટણી લડવાના મૂડમાં છે.કોંગ્રેસના જાણકાર સૂત્ર અનુસાર, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો માટે રાહતના સમાચાર છે. તમામ 64 કોંગ્રેસ ધારાસભ્ય રીપીટ કરાશે. આ મામલે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી અને પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં એક મત સધાયો હતો. પાર્ટી સાથે વફાદાર રહેલા અને કોંગ્રેસ ન છોડનાર ધારાસભ્યોની ટિકિટ કપાશે નહીં.

Next Story