પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભાદરવા સુદ 9 ના દિવસે ભવ્ય રણુજા વાળા રામાપીર બાપાના નેજા ચઢાવવામાં આવ્યા હતા.
પાટણના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામ ખાતે આદિવાસી ભીલ રાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાદરવા સુદ 9 ના દિવસે ભવ્ય રણુજા વાળા રામાપીર બાપાના નેજા ચઢાવવામાં આવ્યા હતા. સંતશ્રી ભાવપૂરી મહારાજની જગ્યા ખાતે વર્ષોથી જૂની પરંપરાના રીત રિવાજ મુજબ સરપંચ શ્રી દશરથભાઈ ભીલ રાણાની ઉપસ્થિતિ ભીલ રાણા આદિવાસી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રામદેવપિરને નેજા ચઢાવવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો સાધુ સંતો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.