Connect Gujarat
Featured

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે 47મો જન્મદિવસ ખાસ અંદાજમાં કર્યો સેલિબ્રેટ

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે 47મો જન્મદિવસ ખાસ અંદાજમાં કર્યો સેલિબ્રેટ
X

બોલિવૂડ એક્ટર પોતાનું તેલુગુ, તમિલ, કન્નડ, પંજાબી, અને હિન્દી ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા સોનુ સૂદ આજે પોતાનો 47 મો જન્મદિવસ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. ફિલ્મોમાં અભિનેતાની તેના નેગેટીવ પાત્ર માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીમાં પ્રવાસી શ્રમિકો માટે વિલન નહી, પરંતુ હીરોની ભૂમિકા નિભાવી છે.

સોનુ સૂદે ટ્વીટ કરી હતી, મારા જન્મદિવસ પર મારા પ્રવાસી ભાઈઓ માટે http://PravasiRojgar.com પર ત્રણ લાખ નોકરીઓ માટે મારો કરાર. આ તમામને સારો પગાર, PF, ESI તથા અન્ય લાભ મળશે. AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea તથા અન્ય તમામનો આભાર. આ જ ટ્વીટ સાથે સોનુ સૂદે આસામ તથા બિહારના પૂરગ્રસ્ત વિસ્તારો માટે ખાસ સેવા શરૂ કરી છે.

https://twitter.com/SonuSood/status/1288678975124856832

આ સાથે સોનુ સૂદે મોટી કંપનીઓ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ નોકરીની તકો ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂરને કારણે બિહાર તથા આસામના અનેક લોકો પ્રભાવિત થયા છે. સોનુ સૂદ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યો છે

લૉકડાઉન બાદના ‘ધ કપિલ શર્મા શો’ના પહેલા એપિસોડમાં સોનુ સૂદ પહેલો સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે.

સોનુ સૂદના ઈઝરાયલના એક ચાહકે ‘સોનુ સૂદ ફિલ્મ ફેસ્ટિવલ’નું આયોજન કર્યું છે, જેમાં ઈઝરાયલની એક જાણીતી ચેનલ પર આખો દિવસ સોનુ સૂદની હિટ ફિલ્મ બતાવવામાં આવશે.

સોનુ સૂદે 6 ભાષાની 60થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. સોનુ સૂદને જ્યારે ફિલ્મ ફેસ્ટિવલ અંગે ખબર પડી તો તેણે કહ્યું હતું, ‘મને આ જાણીને ઘણો જ આનંદ થયો. મારા જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે ઈઝરાયલના મારા ચાહકો આ આયોજન કરી રહ્યાં છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારત બહાર પણ મને ઘણો જ પ્રેમ મળ્યો.’ સોનુ સૂદના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે ‘સિમ્બા’, ‘હેપી ન્યૂ યર’, ‘દબંગ’, ‘કુંગ ફૂ યોગા’ સહિતની ફિલ્મમાં કામ કર્યું છે.

Next Story