Connect Gujarat
Featured

બોલિવૂડ અભિનેત્રી અને મોડલ દિવ્યા ચોક્સેનું નિધન

બોલિવૂડ અભિનેત્રી અને મોડલ દિવ્યા ચોક્સેનું નિધન
X

બોલિવૂડ અભિનેત્રી અને મોડલ દિવ્યા ચોકસેનું નાની ઉંમરમાં જ કેન્સરના કારણે નિધન થયું છે. મોતના થોડા સમય પહેલાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક સંદેશ લખીને પોતોના ચાહકોને અલવિદા કરી હતી. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતી દિવ્યાએ આઇએમસી મિસ ઇન્ડિયા યૂનિવર્સની પ્રતિસ્પધી રહી ચૂકી હતી. તેણે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું છે.

દિવ્યાએ 'હૈ અપના દિલ તો આવારા' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. દિવ્યાની કઝીન સૌમ્યાએ પોતાના સોશ્યિલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી હતી. તેણે લખ્યું કે,'મારે ખૂબ દુ:ખ સાથે કહેવું પડે છે કે, મારી કઝિન બહેન દિવ્યા ચોક્સેનું કેન્સરને કારણે નિધન થયું છે.તેણે અનેક ફિલ્મો અને ટીવી સિરીયલમાં કામ કર્યું હતું. આ ઉપરાંત સિંગિંગમાં પણ તેણે નામના મેળવી હતી. 'ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.'

દિવ્યા ચોક્સેએ છેલ્લી ટ્વીટમાં મદદ માંગી હતી. દિવ્યાએ છેલ્લું ટ્વીટ 7 મેના રોજ કર્યું હતું. આ ટ્વીટમાં લખ્યું હતું કે, શું કોઇ misseltow થેરાપી વિશે જાણે છે, મારે મદદની જરૂર છે.

Next Story