Connect Gujarat

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા, જયા બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા, જયા બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ નેગેટિવ
X

બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ આવ્યો છે, ત્યારે પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં દિકરી આરાધ્યા, એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે.

તેના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. અભિષેક બચ્ચનની ડેબ્યૂ વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’ 10 જુલાઈના રિલીઝ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’ વેબ સીરિઝ માટે સ્ટૂડિયો જવાનું થતું અભિષેકે પણ ટ્વીટ કરી જણાવ્યું કે, હું પણ પિતા અભિતાભની જેમ નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યો છે. મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અપીલ કરી હતી કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લેવો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને કોરોના પોઝિટિવ આવતા બૉલિવૂડ સ્ટાર તેમજ ફેન્સ પણ ટ્વીટ કરી જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યાં છે.

Next Story
Share it