કેન્દ્રમાં ફરી વખત સત્તામાં આવ્યા પછી નરેન્દ્ર મોદી સરકાર આજે તેમનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં જનતાએ જંગી જનાદેશ આપી મોદી સરકાર પાસે અનેક અપેક્ષાઓ સાથે મોદી સરકાર-2 બનાવવા પોતાનો મત આપ્યો હતો.

ત્યારે જનતાની અપેક્ષાઓને સાકર કરવા હેતુ નાણામંત્રી નિર્મલા સિતારમણ લોકસભામાં બજેટ બેગ સાથે પહોંચ્યા હતા. તો બજેટ પહેલા આજે નાણા મંત્રાલયની બહાર પહેલીવાર એક અલગ તસવીર જોવા મળી હતી. બજેટ રજૂ કરતા પહેલાં બજેટ અપ્રૂવલ માટે સીનિયર ઓફિસરો અને નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. પરંપરાગત રીતે અત્યાર સુધી નાણામંત્રી લેધરની બ્રીફકેસ લઈને બજેટ રજૂ કરવા સંસદ પહોંચતા હતા. પરંતુ આ વખતે નાણાંમંત્રી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા ત્યારે તેમના હાથમાં બ્રીફકેસની જગ્યાએ લાલ રંગનું મખમલી ફોલ્ડર જોવા મળ્યું હતું. તો બીજી તરફ બજેટને આ વખતે બહિખતા નામ આપવામાં આવ્યું છે. જેના થકી ભારતની સાંસ્ક્રુતિક પરંપરાઓને જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ત્યારે અગત્યની વાત એ પણ કે ઇતિહાસમાં આજે બીજી વખત કોઈ મહિલા બજેટ રજૂ કરશે. આ પૂર્વે ઇંદિરગાંધીએ 49 વર્ષ પહેલા 1970 માં સપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here