Connect Gujarat
બિઝનેસ

તહેવારોની સિઝનમાં સોનું થયું સસ્તુ, વાંચો આજના ભાવ

તહેવારોની સિઝનમાં સોનું થયું સસ્તુ, વાંચો આજના ભાવ
X

ભારત તહેવારની સિઝનમાં પ્રવેશ કરી રહ્યું છે. આ સાથે ગોલ્ડની ખરીદી કરવાની ઈચ્છા ધરાવનારા માટે સારા સમાચાર છે. રૂપિયાની મજબૂતીની વચ્ચે ભારતીય બજારોમાં આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. MCX પર સોના વાયદો 47,095 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જ્યારે ચાંદી 0.33 ટકા ઘટીને 63,156 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. મંગળવારે રૂપિયા 29 પૈસાની મજબૂતીની સાથે અમેરિકન ડોલરની સરખામણી લગભગ 12 અઠવાડિયાના ઉચ્ચ સ્તરે 73 પર બંધ થયુ.

ભારતમાં સોનાની કિંમતમાં 10.75 આયાત શુલ્ક અને 3 ટકા જીએસટી સામેલ છે. રુપિયાના મજબૂત થવાથી કિંમતી ધાતુની આયાત સસ્તી થઈ ગઈ છે. ગુડ રિટર્ન વેબસાઈટ મુજબ સોનાની કિંમતમાં આજે 1200 રુપિયા પ્રતિ 100 ગ્રામનો ઘટાડો આવ્યો છે. ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા અનુસાર સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Next Story