Connect Gujarat
બિઝનેસ

CNG વાહન ચાલકો માઠા સમાચાર, અદાણી ગેસમાં ફરી ભાવ વધારો

રાજ્યમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે અદાણી ગેસે ફરી CNG ભાવમાં વધારો કર્યો છે.

CNG વાહન ચાલકો માઠા સમાચાર, અદાણી ગેસમાં ફરી ભાવ વધારો
X

હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં છે પરતું કોરોનાના નવા વેરિએન્ટે દેશ અને દુનિયામાં દહેશત મચાવી છે, કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે અદાણી ગેસે ફરી CNG ભાવમાં વધારો કર્યો છે. અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થતા હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયા થયો છે. મહત્વનું છે કે રિક્ષા ચાલકો પહેલાથી જ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો ખતરો તોડાઈ રહ્યો છે, જેણે કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ વધારી દીધી છે. ત્યારે રિક્ષા ચાલકોના વિરોધ વચ્ચે CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

Next Story