Connect Gujarat
બિઝનેસ

એક સપ્તાહમાં સીંગતેલમાં ત્રીજી વખત ભાવ વધારો, સીંગતેલના એક ડબ્બાની કિમત રૂ.3 હજારને પાર

તહેવારોનો મહિનો ઓગસ્ટ આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

એક સપ્તાહમાં સીંગતેલમાં ત્રીજી વખત ભાવ વધારો, સીંગતેલના એક ડબ્બાની કિમત રૂ.3 હજારને પાર
X

તહેવારોનો મહિનો ઓગસ્ટ આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલમાં રૂપિયા 60 નો વધારો ઝીંકાયો છે. આ સાથે સિંગતેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચ્યો છે. ખાદ્યતેલના વધતા ભાવને લઈને હવે ગુજરાત એડીબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિએશન મેદાને આવ્યું છે. ગુજરાત એડીબલ ઓઇલ એન્ડ સિડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સિતારમન તેલ ના વધતા ભાવ અંગે પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે.

ખાદ્યતેલ ઉદ્યોગોને ઈનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ આપવા માંગ કરી છે. આડકતરી રીતે GST વધારી દેતા ખાદ્યતેલના ભાવ વધ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો બીજીબાજુ સંગ્રહખોરી ને કારણે ભાવમાં વધારો રિટેલ માર્કેટમાં ખાદ્ય પદાર્થ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલીવાર સિંગતેલનો ભાવ છેલ્લા એક સપ્તાહમાં ડબા દીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીએ પહોંચી ગયો છે. તેલના ભાવ વધવાનું એક કારણ સંગ્રહખોરી પણ કહેવાઈ રહી છે. સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ, પામોલિન તેલ ના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. મગફળી નો નવો પાક માર્કેટમાં આવે તેના બાદ જ ભાવ ઘટવાની શક્યતા છે

Next Story