Connect Gujarat
બિઝનેસ

સતત બીજા દિવસે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

સતત બીજા દિવસે સસ્તું થયું ડીઝલ, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
X

ભારતની સરકારી ઓઇલ કંપનીઓએ ગુરૂવાર, 19 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, આજે પણ ઇંધણના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુરૂવારે પણ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવારે પણ ડીઝલનો ભાવ ઘટ્યો હતો. જોકે, પેટ્રોલનો ભાવ સ્થિર રહ્યો છે.

રાજધાની દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ જ્યાં 101.84 રૂપિયા પ્રતિ લીટર પર છે, બીજી તરફ ડીઝલ 20 પૈસા ઘટીને 89.47 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે. મુંબઈમાં પણ ડીઝલ 20 પૈસા સસ્તું થઈને 97.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. બીજી તરફ, પેટ્રોલની કિંમત 107.84 રૂપિયા પ્રતિ લીટર છે. નોંધનીય છે કે, ગત મહિનાઓમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘણી છે અને 42 દિવસમાં જ પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું. જોકે, 18 જુલાઈ બાદથી પેટ્રોલના ભાવ સ્થિર છે.

19 ઓગસ્ટ, 2021 પેટ્રોલ-ડીઝલની કિંમત, દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.47 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.04 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ 99.47 રૂપિયા અને ડીઝલ 94.02 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા અને ડીઝલ 92.57 રૂપિયા પ્રતિ લીટર, બેંગલુરુમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 94.86 રૂપિયા પ્રતિ લીટર, ચંદીગઢમાં પેટ્રોલ 97.93 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં પેટ્રોલ 98.92 રૂપિયા અને ડીઝલ 89.81 રૂપિયા પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ 104.25 રૂપિયા અને ડીઝલ 95.16 રૂપિયા પ્રતિ લીટર

જોકે, આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ- રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, લદાખ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તમિલનાડુ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અનેક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘી કિંમતે વેચાઈ રહ્યું છે.

અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.30 રૂપિયા પ્રતિ લીટર છે, સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.18 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 95.84 રૂપિયા પ્રતિ લીટર અને રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.04 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Next Story