Connect Gujarat
બિઝનેસ

ગ્લોબલ માર્કેટની સીધી અસર, જાણો આજે સેન્સેક્સ અને નિફ્ટી કેટલા પોઈન્ટ પર ખૂલ્યા

ગ્લોબલ માર્કેટ માંથી મળી રહેલા દમદાર સંકેત બાદ ઘરેલુ શેર બજારમાં મંગળવારે તેજી જોવા મળી છે.

ગ્લોબલ માર્કેટની સીધી અસર, જાણો આજે સેન્સેક્સ અને નિફ્ટી કેટલા પોઈન્ટ પર ખૂલ્યા
X

ગ્લોબલ માર્કેટ માંથી મળી રહેલા દમદાર સંકેત બાદ ઘરેલુ શેર બજારમાં મંગળવારે તેજી જોવા મળી છે. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા છે.

કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટ વાળા સેન્સેક્સ 266.44 પોઇન્ટની તેજી સાથે 53,501 પર ખુલ્યો છે. ત્યારે 50 પોઇન્ટ વાળો નિફ્ટી 15,909.15 પર ખુલ્યો છે.પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સ 30 માંથી 25 શેર મજબૂતી સાથે કારોબાર કરતા જોવા મળ્યા નિફ્ટી પણ ટોપ ગેનર્સમાં છે.તો બીજી તરફ ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેત મળી રહ્યા છે. સોમવારે અમેરિકાનું બજાર બંધ રહ્યું પરંતુ એશિયન બજારે સારું પ્રદર્શન કર્યું. ડાઓ ફ્યુચર્સ માં 100 પોઈન્ટ ની મજબૂતી આવી છે. સાઉથ કોરિયામાં મોંઘવારીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે અને તે વધીને 6 ટકા થઈ ગઇ છે પ્રથમ સોમવાર ના ત્રણ દિવસના ઘટાડા બાદ ઘરેલુ શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. કારોબારી સત્રના અંતમાં 30 પોઈન્ટ વાળા સેન્સેક્સ 326.84 પોઇન્ટની તેજી સાથે 53,234.77 ના સ્તર પર બંધ થયો. ત્યારે 50 પોઇન્ટ વાળો નિફ્ટી 83 પોઇન્ટ વધી 15,835.35 ના સ્તર પર બંધ થયો હતો.

Next Story