4 દિવસમાં બેન્કના જરૂરી કામ પતાવી દેજો, નવેમ્બરમાં 17 દિવસ બેન્ક બંધ રહેવાની છે

New Update

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBIએ નવેમ્બર મહિનાની બેન્કોની સત્તાવાર રજાની યાદી જાહેર કરી છે. નવેમ્બર મહિનામાં કુલ 17 રજાઓ છે.આ દરમિયાન ભારતના ઘણા શહેરોમાં બેન્કો સતત બંધ રહેશે.17 દિવસની રજામાં અઠવાડિક રજાનો પણ સમાવિષ્ટ થાય છે.

નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી , ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકોમાં સામાન્ય કામકાજ થશે નહીં. જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકમાં એક સાથે રહેશે નહીં કેટલાક રાજ્યોમાં ત્યાં ઉજવાતા તહેવારો અને ઉજવણીઓ આધારે વધારાની રજા હશે. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે. આ સિવાય નવેમ્બરમાં બીજા અને ચોથા શનિવાર અને દરેક રવિવારે દેશભરમાં બેંક રજાઓ રહેશે. નોંધનીય છે કે, RBI દર મહીને બેન્કિંગ રજાઓની યાદી જાહેર કરે છે નવેમ્બર 2021 માં ધનતેરસ, દિવાળી, ભાઈ દૂજ, છઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા મોટા તહેવારોની સાથે કુલ 17 દિવસ સુધી બેંકમાં સામાન્ય કામકાજ થશે નહીં. જો કે આ 17 દિવસની રજાઓ દેશભરની બેંકમાં એક સાથે રહેશે નહીં. કેટલાક રાજ્યોમાં ત્યાં ઉજવાતા તહેવારો અને ઉજવણીઓ આધારે વધારાની રજા હશે. આરબીઆઈએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 1, 3, 4, 5, 6, 10, 11, 12, 19, 22 અને 23 નવેમ્બરે રજા જાહેર કરી છે