Connect Gujarat
બિઝનેસ

તમારા બધા કામ ઝડપથી પતાવી દેજો, બેંકઓ આ અઠવાડિયે માત્ર ત્રણ દિવસ જ ખુલશે

જો તમે તમારી બેંકિંગ સુવિધાઓ માટે બેંક શાખાઓ પર નિર્ભર છો, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ.

તમારા બધા કામ ઝડપથી પતાવી દેજો, બેંકઓ આ અઠવાડિયે માત્ર ત્રણ દિવસ જ ખુલશે
X

જો તમે તમારી બેંકિંગ સુવિધાઓ માટે બેંક શાખાઓ પર નિર્ભર છો, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઓગસ્ટ માટે જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર આ મહિનામાં બેંકો અલગ-અલગ કારણોસર 18 દિવસ બંધ રહેશે.

મહિનાના પ્રથમ દિવસે 1 ઓગસ્ટે પણ બેંકો બંધ રહી હતી. ઓગસ્ટ મહિનામાં, 8 ઓગસ્ટથી શરૂ થતા સપ્તાહમાં મહત્તમ રજાઓ રહેશે. 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે બેંકો પાંચ દિવસ બંધ રહેશે. આનો અર્થ એ છે કે આ અઠવાડિયે માત્ર ત્રણ દિવસ બેંકિંગ કામગીરી થશે. ચાલો એક નજર કરીએ ઓગસ્ટ મહિનાના બાકીના દિવસોમાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે?

મંગળવારે (9 ઓગસ્ટ) બેંકમાં મહોરમની રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારે (12 ઓગસ્ટ) રક્ષાબંધનની રજા રહેશે. કેટલીક જગ્યાએ 11 ઓગસ્ટે રક્ષાબંધનની રજા પણ રહેશે. ઓગસ્ટ મહિનાનો બીજો શનિવાર હોવાથી 13મી ઓગસ્ટે બેંકો બંધ રહેશે. 14 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે. જો કે, રવિવારે ખુલતી શાખાઓ આ દિવસે ખુલ્લી રહેશે. બીજા દિવસે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના દિવસે બેંકોની શાખાઓ બંધ રહેશે.

આ અઠવાડિયા પછી, જન્માષ્ટમીના કારણે 18 ઓગસ્ટ (ગુરુવાર) અને 19 ઓગસ્ટ (શુક્રવાર) ના રોજ બેંક રજા રહેશે. મહિનાનો ચોથો શનિવાર હોવાથી આગામી રજા 27 ઓગસ્ટે રહેશે. 28 ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે.

Next Story