Connect Gujarat
બિઝનેસ

નવરાત્રીના પહેલા દિવસે સોનાની કિંમતમાં થયો ઘટાડો, જાણો આજના રેટ્સ

નવરાત્રીના પહેલા દિવસે સોનાની કિંમતમાં થયો ઘટાડો, જાણો આજના રેટ્સ
X

આજથી નવરાત્રીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. આ તહેવારની સીઝનમાં જો તમે સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે મોટી ખુશખબર છે. આજે ગુરૂવારે સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 82 રૂપિયા એટલે કે 0.17 ટકા ઘટી ગઈ છે. આજે સોનું 46,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગયા વર્ષની તુલનામાં સોનું 9,300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

ચાંદીની કિંમતની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં 37 રૂપિયા એટલે કે 0.06 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. તેની સાથે જ ચાંદી 61,040 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે.

ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, ભારતમાં ગુરુવારે સોનું (24 કેરેટ) 46,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. ચાંદી કાલના કારોબારના ભાવથી 100 રૂપિયાની તેજીની સાથે 60,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઇ રહ્યું છે. નવી દિલ્હી અને મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનું 45,750 રૂપિયા અને 45,680 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. વેબસાઇટ મુજબ, ચેન્નઇમાં સોનું 43,920 રૂપિયે વેચાઈ રહ્યું છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 49,910 રૂપિયા અને મુંબઈમાં 46,680 રુપિયામાં વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં આજે સવારે સોનું 47,910 રુપિયે છે. કોલકાતામાં તેની કિંમત 48,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Good Returns વેબસાઇટ મુજબ, ગુરૂવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત 47,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,000 રૂપિયા છે.

સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

Next Story